NEET-JEE પરીક્ષાને લઇને સોનિયા ગાંધીની બેઠક, મમતા બેનર્જીએ સુપ્રીમ કોર્ટમાં જવાની સલાહ આપી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યોના બાકી જીએસટી તેમજ NEET-JEE પરીક્ષાને લઇને સાત રાજ્યોના મુખ્યમંત્રી સાથે ઓનલાઇન બેછક કરી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ આ બેઠકમાં કોંગ્રેસ શાસિત અને કોંગ્રેસ સમર્થિત રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જોડાયા હતા. બેઠકની અંદર મમતા બેનર્જીએ તમામ રાજ્યોને NEET-JEE પરીક્ષાના વિરોધમાંથી એકજૂથ થવાનો અનુરોધ કર્યો. ઉપરાંત તેમણે કહ્યું કે આપણે બધા સાથે સુપ્રીમ કોર્ટમાં જઇએ અને પરીક્ષાને ત્યાં સુધી રોકી દઇએ, જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નથી થતી. આપણે વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં કેમ નાંખીએ છીએ?

આ મીટિંગમાં સોનિયા ગાંઘીએ નવી શિક્ષણ નીતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે નવી રાષ્ટ્રિય શિક્ષા નીતિ સંબંધી ઘોષણાઓ ચિંતાજનક છે. જે ખરાખર એક ઝટકારુપ છે. તેમાં વિદ્યાર્થીઓ અને પરીક્ષા સંબંધી સમસ્યાઓ ઉપર ધ્યાન આપવામાં આવ્યું નથી. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમંરિકામાં શાળા કોલેજ ખોલવાથી ઉભી થયેલી સ્થિતિનું ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે અમેરિકાથી એક રિપોર્ટ આવ્યો હતો કે જ્યારે ત્યાં સ્કૂલ ખોલવામાં આવ્યા તો લગભગ 97000 બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જો આવી જ સ્થિતિ અહીં ઉભી થઇ તો આપણે શું કરીશું?

મમતા બેનર્જીની સુપ્રિમમાં જવાની વાત અંગે હેમંત સોરેને જણાવ્યું કે પહેલા આપણે વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિને આ મુદ્દો લઇને મળવું જોઇએ. તો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મમતા બેનર્જીની સુપ્રીમમાં જવાની વાતનું સમર્થન કર્યું હતું. આ સિવાય આ બેઠકની અંદર કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને જીએસટી પવાનું બાકી છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જીએસટીની રકમ ના અપવાને સોનિયા ગાંધીએ ષડયંત્ર ગણાવ્યું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.