NEET પરીક્ષા પાછી ઠેલવા ચર્ચા,આવતીકાલે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાઇ શકે છે

આજે પ્રધાનમંત્રી મોદીએ આરોગ્યના નિષ્ણાતો આઠે મોટી બેઠકનું આયોજન કર્યું હતું જેમાં સૂત્રો દ્વારા સામાચાર મળી રહ્યા છે કે પીએમ મોદીની આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.

ભારત સરકાર ટૂંક સમયમાં MBBS અને નર્સિંગના વિદ્યાર્થીઓને કોવિડની ડ્યુટિમાં લગાડવા માટેનો નિર્ણય લઈ શકે છે. આ સાથે જ મેડિકલની NEETની પરીક્ષાને પણ ટાળવામાં આવી શકે છે.

જોકે આ બધા મુદ્દે છેલ્લો નિર્ણય સોમવારે જાહેર કરવામાં આવશે તેવો દાવો સૂત્રો તરફથી કરવામાં આવ્યો છે. આ સિવાય ફાઇનલ ઈયરના વિદ્યાર્થીઓને કોરોના સામે ડ્યુટિમાં લગાવવા બદલ સરકાર પ્રોત્સાહન રાશિ આપી શકે છે. જોકે આ ખબર પર હજુ સુધી સરકાર તરફથી અંતિમ મહોર મારવામાં આવી નથી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.