NEETના પરિણામમાં સુરતના વિદ્યાથીઓનો ડંકો

NEETના જાહેર થયેલા પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. લોકડાઉનના સમયગાળાનો સદ્ઉપયોગ કરી સુરતના વિદ્યાર્થીઓએ NEETના પરિણામમાં સારો રેન્ક મેળવ્યો છે.

સુરતમાં ફર્સ્ટ આવનાર વિદ્યાર્થીએ માતા પિતાની ઈચ્છા પૂરી કરી

NEETના જાહેર થયેલા પરિણામમાં સુરતના વરાછાની આશાદિપ સ્કૂલનો વિદ્યાર્થી પ્રીયલ હિંગરાજીયા 720 માંથી 691 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા લેવલે 215મો રેન્ક અને ઇકોનોમિક વિકલ સેક્શન(EWS) માં 14મો રેન્ક સાથે સુરતમાં ફર્સ્ટ આવ્યો છે. આ વિદ્યાર્થીને લોકડાઉન ફળ્યું છે. લોક ડાઉનમાં ઘરે રહેવાથી પ્રિયલ સારી રીતે તૈયારી કરી શક્યો છે. તેના પિતા જીતુભાઈનો ઉત્સાહ સમાતો ન હતો. તેમના જણાવ્યા મુજબ અમારી જે ઈચ્છા હતી તે દીકરા એ પૂરી કરી છે. જીતુભાઈ કરિયાણાની દુકાન ધરાવે છે. તેમની એક દીકરી ફિઝિયોથેરાપિસ્ટમાં અભ્યાસ કરી રહી છે. પ્રિયલ ને એમસ કે બી.જે.મેડિકલમાં ભણીને ડોક્ટર બનવું છે.

રેન્કર વિદ્યાર્થીને ડોક્ટર બનવાની સાથે રાજકારણ માં પણ રસ છે

સામાન્ય રીતે સારું પરિણામ આવે તો વિદ્યાર્થી ને ડોક્ટર બનવું હોય છે. પરંતુ નીટના પરિણામમાં EWSમાં 62 મો રેન્ક લાવનારા પી.પી.સવાણીના વિદ્યાર્થીને દિવ્યાંગ વૈષ્ણવને ડોક્ટર બનવાની સાથે સાથે સામાજિક જીવનમાં પણ રસ ધરાવે છે. તેમજ રાજકારણમાં જવાની પણ ઈચ્છા ધરાવે છે. ધોરણ 12 માં 91% સાથે. એ1 ગ્રેડ માં પાસ થયો હતો. તો NEETમાં 720 માંથી 675 માર્ક્સ સાથે EWSમાં 62મો અને ઓલ ઇન્ડિયા લેવલે 975મો રેન્ક મેળવ્યો છે. આ વિદ્યાર્થીએ કોરોનામાં વાંચ-વાંચ કરવાના બદલે ક્વોલિટી શિક્ષણ પર ભાર મૂક્યો હતો. આ વિદ્યાર્થી ગુજરાતી માધ્યમમાં જ ભણીને આ રેન્ક મેળવ્યો છે.

લોકડાઉનમાં સતત વાંચન કરીને રેન્ક મેળવ્યો

વર્ષે NEETના પરિણામમાં ગુજરાતી માધ્યમ માં ભણીને તડામાર તૈયારી કરીને વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવ્યા છે. જેમાં વરાછાની પી.પી.સવાણી સ્કૂલનો વિદ્યાર્થી મિરાજ બોઘરા પણ ગુજરાતી માધ્યમમાં ભણી એ નીટમાં 720 માંથી 670 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા લેવલે 1335 મોં રેન્ક અને ઇકોનોમિક વિકલ સેક્શનમાં 89મો રેન્ક મેળવ્યો છે. લોકડાઉનમાં ઘરે જ રહેતા 12 કલાક વાંચન કરી ને આ પરિણામ મેળવ્યું છે.


15 કી.મી દૂર ગામથી ભણવા આવતા જોડિયા ભાઇ-બહેન થયાં  ક્વોલિફાય

સુરત શહેરથી 15 કી.મી દૂર ઈશનપોર જેવા નાના ગામમાં રહીને અભ્યાસ કરનાર બે જોડિયા ભાઇ ઈશાન અને બહેન આસ્થા પણ નીટની પરીક્ષામાં ક્વોલિફાય થયા છે. ભાઈ ઈશાનના 720 માંથી 612 અને બહેન આસ્થાના 720 માંથી 607 માર્ક્સ આવ્યા છે. શિક્ષક દંપતી નટવર અને અનસૂયાના આ બે જોડિયા સંતાનોમાં પહેલેથી જ એકબીજામાં ભણવાને લઈને સ્પર્ધા થતી હતી. ઓલપાડના ઇશનપોર ગામથી દરરોજ બંને ભાઈ બહેન અડાજણની ભૂલકાભવન સ્કૂલ માં ભણવા આવતા હતા.

ગામમાં કોઇ ડોક્ટર નહીં હોવાથી પ્રથમ ડોક્ટર બનવાનું સ્વપ્નું હતું

વતનના ગામમાં કોઈ ડોક્ટર બન્યું જ નહિ હોવાથી મારે પ્રથમ ડોક્ટર બનવું છે. એ ધ્યેય સાથે ધોરણ 12 માં તનતોડ મહેનત કરનારી મોટા વરાછાની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની પ્રગતિ સોજીત્રા એ 720 માંથી 628 માર્ક્સ મેળવીને સ્વપ્નું પૂર્ણ કરશે. તેના પિતા જગદીશ ભાઈ પ્રિન્ટિંગનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના જણાવ્યા મુજબ અમારા અમરેલી જિલ્લાના ચાપથળ ગામમાં મારી દીકરી પ્રથમ ડોક્ટર બનશે. આ તેનું સ્વપ્નું હતું. પ્રગતિને એમ.બી.બી.એસ કરીને બાળકોના ડોક્ટર બનવું છે. બાળકો પત્યે વધારે લગાવ હોવાથી આ નક્કી કર્યું છે. આ વિદ્યાર્થીનીના ધોરણ 12 માં 84% જ આવ્યા હોવા છતાં નીટ પર ફોકસ કરી ને આ મુકામ હાશીલ કરી છે.

પિતાની જેમ જ દીકરાને પણ ન્યુરોસર્જન બનવું છે

ડોક્ટર પિતાના સંતાન એવા આદિત્ય હસમુખ સોજીત્રાએ ધોરણ 12માં મહેનત કરવાની સાથે NEETની પરીક્ષા પર વધુ ધ્યાન આપતા 720 માંથી 685 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા લેવલે 408 રેન્ક અને જનરલ સેક્શન માં 275 મો રેન્ક હશિલ કર્યો હતો.લોક ડાઉન માં મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ માંથી સતત માર્ગદર્શન અને ઓનલાઈન ટેસ્ટના કારણે આ પરિણામ મેળવ્યું છે. આ વિદ્યાર્થીને પણ પિતાની જેમ ન્યુરોસર્જન બનવું છે. લોકડાઉનમાં સતત 6 થી 7 કલાક વાંચન અને મહેનત તેમજ પેપર સહેલા હોવાથી આ પરિણામ મેળવ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.