મુંબઈઃ સિંગર નેહા કક્કર તથા હિમાંશ કોહલી 9 મહિના પહેલાં જ અલગ થઈ ગયા છે. બ્રેકઅપ બાદ નેહાડિપ્રેશનમાં જતી રહી હતી. હિમાંશે બ્રેકઅપને લઈ કોઈ વાત શૅર કરી નહોતી. બ્રેકઅપના આટલા સમય બાદ હવે હિમાંશે મીડિયા સાથે વાત કરી હતી.
શું કહ્યું હિમાંશે?
હિમાંશે કહ્યું હતું કે હવે તો વર્ષ થવા આવ્યું છે અને તેને ક્યારેય આ અંગે વાત કરવાની ઈચ્છા થઈ નહોતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નેહા તથા હિમાંશે પોતાના સંબંધોને જગજાહેર કર્યાં હતાં. જોકે, ડિસેમ્બરમાં જ બંનેના સંબંધોનો અચાનક અંત આવ્યો હતો.
હિમાંશે કહ્યું હતું કે જે થવાનું હતું, તે થઈ ગયું. હવે, તેમાં કંઈ જ ફેરફાર થઈ શકે તેમ નથી. જોકે, તે આજે પણ નેહાનું સન્માન કરે છે અને કરિયર તથા જીવન માટે શુભેચ્છા પાઠવે છે. ખરાબ સમયમાં પણ બંનેએ એકબીજાને માન આપ્યું હતું. તે ઘણી જ સારી વ્યક્તિ છે. તે બસ એટલું જ ઈચ્છે છે કે નેહાને જીવનમાં જે જોઈતું હોય તે બધું જ મળે.
સાથે કામ કરવા તૈયાર છે
બ્રેકઅપ બાદ નેહા તથા હિમાંશ વચ્ચે બોલવાના પણ સંબંધો રહ્યાં નથી. જોકે, હિમાંશને જ્યારે પૂછવામાં આવ્યું કે તે નેહા સાથે કામ કરવા તૈયાર છે? જેના જવાબમાં હિમાંશે કહ્યું હતું કે જો સારું કામ હોય તો તેને નેહા સાથે કામ કરવામાં કોઈ જ વાંધો નથી. પ્રોફેશનલ તરીકે તે નેહા સાથે કામ કરવા તૈયાર છે. 2018માં તેમનું ગીત ‘ઓહ હમસફર’ ઘણું જ સફળ રહ્યું હતું અને ચાહકોને પસંદ આવ્યું હતું.
બ્રેકઅપ બાદ નેહા ડિપ્રેશનમાં જતી રહી હતી
હિમાંશ સાથેના સંબંધો તૂટ્યા બાદ નેહા ડિપ્રેશનમાં જતી રહી હતી અને તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં ડિપ્રેશન અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે હાલમાં ડિપ્રેશનમાં છે. એક શો દરમિયાન નેહા સેડ સોંગ સાંભળીને રડી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.