નહેરૂ અને રાજીવ ગાંધી પર ટિપ્પણી, ભાજપ પ્રવકતા સંબિત પાત્રા સામે ફરિયાદ

 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પર મહારાષ્ટ્રમાં યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

પાત્રા પર રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુ પર ટિપ્પણી કરવાનો આરોપ છે.ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે, પાત્રાએ  ટ્વિટ કર્યુ હતુ કે, કોરોના કોંગ્રેસના શાસનમાં આવ્યો હોત તો 5000 કરોડનો માસ્ક ગોટાળો, 7000 કરોડનો કોરોના ટેસ્ટ કિટ ગોટાળો, 20000 કરોડનો જવાહર સેનિટાઈઝર ગોટાળો અને 26000 કરોડનો રાજીવ ગાંધી વાયરસ રિસર્ચ ગોટાળો સામે આવ્યો હોત.

યુથ કોંગ્રેસને લાગે છે કે, આ પ્રકારનુ ટ્વિટ કરીને પાત્રાએ રાજીવ ગાંધી અને જવાહરલાલ નહેરુની છબી ખરાબ કરી છે.કોંગ્રેસના કાર્યકર વ્રજકિશોર પટેલે ટ્વિટ કરીને પોતે કરેલી ફરિયાદની કોપી અપલોડ કરી હતી.

જોકે પાત્રાએ તેનો જવાબ આપતા કહ્યુ છે કે, આ ઈન્દિરા ગાંધીએ લગાડેલી ઈમરજન્સી નથી કે એક ફરિયાદ થવાથી મને કશું થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.