નેપાળના સાત જિલ્લા ચીને કબજે લીધા, પાક.મા ચીની નેવિગેશન સિસ્ટમ વપરાશે અને પાકિસ્તાન પર ચીને પોતાની પકડ વધારે મજબૂત બનાવી છે. નેપાળના સાત સરહદી જિલ્લા પર ચીને કબજો જમાવી લીધો છે અને નેપાળની ઓલી સરકાર ફીફા ખાંડી રહી છે. નેપાળના વડા પ્રધાન ઓલીને સંપૂર્ણ પણે કહ્યાગરા બનાવી લીધા પછી ચીને હવે નેપાળમાં જ પોતાનો વિસ્તારવાદ અપનાવ્યો છે.
વર્ષો પહેલા ચીને આ રીતે આખુ તિબેટ પોતાના કબજામાં લીધું હતું. નેપાળના સર્વે અિધકારીઓના કહેવા પ્રમાણે સાત જિલ્લાની ભૂમિ પર ચીને ઘૂસણખોરી કરી છે અને હજુ પણ ચીની સૈન્ય સતત આગળ વધી રહ્યું છે.
બીજી તરફ પાકિસ્તાને અમેરિકા દ્વારા બનેલી નેવિગેશન (દિશાશોધન) સિસ્ટમ જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) વાપરવાનું બંધ કરી ચીનની સિસ્મટ બાઈડુ વાપરવાનું નક્કી કર્યું છે. ટુંક સમયમાં બાઈડુ માટેની ઓફિસ પાકિસ્તાનમાં ખોલવા ચીન તૈયાર થયું છે. એ પછી પાકિસ્તાન જીપીએસનો વપરાશ બંધ કરી ચીની જીપીએસ બાઈડુ જ વાપરશે. લશ્કરી અને નાગરિક એમ બન્ને હેતુ માટે તેનો ઉપયોગ થશે.
નેપાળની જમીન પર ચીને મોટે પાયે કબજો જમાવ્યો છે, પરંતુ નેપાળની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટી સત્ય છૂપાવી રહી હોવાનું નિષ્ણાતો માને છે. કેટલીક જગ્યાએ તો ચીનાઓ નેપાળમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને 1500 મિટર સુધી અંદર ઘૂસી આવ્યા છે.
નેપાળ -ચીન વચ્ચેની સરહદ 1415 કિલોમીટર લાંબી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર બે દેશોને અલગ પાડવા માટે પિલ્લર ખોડેલા હોય છે. ચીને આવા 98 પિલ્લર તેના સૃથાનેથી ઉખેડીને ગુમ કરી દીધા છે.
ચીને 2000ની સાલમાં પોતાની સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ વિકસાવવાની શરૂઆત કરી હતી. અત્યારે તેના 35 ઉપગ્રહો ભ્રણકક્ષામાં ગોઠવાઈ ગયા છે અને સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે. ચીનમાં નાગરિકો ઉપરાંત ચીની આર્મી પણ તેનો વપરાશ કરે છે. આ ઉપરાંત ચીન પાકિસ્તાનને સાયબર વોરફેર માટેની સામગ્રી અને ટેકનોલોજી પણ પુરી પાડવાનું છે.
પડોશી દેશની સીમામાં ઘૂસણખોરી કરી તેના પર પોતાનો દાવો રજૂ કરી દેવો ચીનની વર્ષો જૂની રણનીતિ રહી છે. એક વખત ચીન કબજો જમાવશે પછી નેપાળની ત્રેવડ નથી કે એ ચીનને હટાવી શકે. ચીનની આ ઘૂસણખોરીથી ઓલી સરકાર બરાબર વાકેફ હોવા છતાં ચૂપ રહેતી હોવાનો તેમના પર આક્ષેપ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.