– સીમા સુરક્ષા દળે ઝડપી લીધું
સીમા સુરશ્રા દળે નેપાળથી બિહાલ લાવવામાં આવી રહેલું રૂપિયા વીસ કરોડનો ચરસનો જથ્થો કબજે કર્યો હતો. પંદર કિલો જેટલા ચરસની બજારમાં વીસ કરોડ જેટલી કિંમત થવા જાય છે.
આ જથ્થા સાથે સિક્યોરિટીએ એક માફિયાને પણ ઝડપી લીધો હતો. જે વાહનમાં આ ચરસ લવાઇ રહ્યું હતું એ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. સીમા સુરક્ષા દળના પ્રવક્તાએ કહ્યું કે બિહાર-નેપાળ બોર્ડર પર રક્સોલ નજીક ડ્રગની ખેપ આવવાની છે એવી બાતમી અમને મળી હતી. એટલે અમે તૈયાર હતા.
એસએસબીની 37મી બટાલિયનના કમાન્ડર પ્રિયવર્ત શર્માએ કહ્યું હતું કે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ કોઇ પણ નશીલા પદાર્થની હેરફેર ગેરકાયદે બની રહે છે. એવી હેરફેર કરનાર સજાપાત્ર ગુનો કરે છે. એને લઇને અમે સતર્ક હતા. એક પિકઅપ વાન સાથે અમે ડ્રગ માફિયાને ઝડપી લીધો હતો. હવે આ તપાસ અમે નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરોને સોંપી દેવાના છીએ. તેમણે એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી કે બિહાર વિધાનસભાની ચૂંટણી પ્રસંગે મતદારોને રીઝવવા આ ડ્રગ આવી હોઇ શકે છે. કેટલાક ઉમેદવારો રોકડા પૈસા આપતા હોય છે અને કેટલાક ઉમેદવારો ડ્રગ કે શરાબ આપતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.