નેપાળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ભંગાણના આરે, ચીનની કુટિલ નીતિ ફાવી લાગતી નથી

નેપાળમાં પોતાની મનમાની કરવાની ચીનની કુટિલ નીતિ સફળ થઇ જણાતી નથી. પુષ્પ કમલ દહલ ‘પ્રચંડે’ મિડિયા સાથેની વાતચીત દરમિયાન એવી ભીતિ વ્યક્ત કરી હતી કે નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ભંગાણ પડી શકે છે. વડા પ્રધાન અને પક્ષના સહાધ્યક્ષ ઓલી સાથેની અમારી વાટાઘાટો સફળ થઇ નથી.

પ્રચંડે એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન ઓલીના ઇશારે કેટલાક લોકોએ ચૂંટણી પંચ પાસે CPN-UMN નામનો પક્ષ રજિસ્ટર કરાવ્યો હતો. એટલે કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ નેપાળમાં ભંગાણ પડવાની શક્યતા સર્જાઇ હતી.

નેપાળના કોમ્યુનિસ્ટ પક્ષમાં પડી રહેલું ભંગાણ અટકાવવા નેપાળ ખાતેના ચીની રાજદૂતે કોમ્યુનિસ્ટ પક્ષના વિવિધ જૂથો વચ્ચે બેઠક યોજાવી હતી અને અસંતોષ નિવારવાના પ્રયાસો કર્યા હતા પરંતુ એ પ્રયાસો પૂરેપૂરા સફળ થયા હોય એવું લાગતું નહોતું. આ બેઠકમાં ઓલી જૂથ અને પ્રચંડ જૂથ વચ્ચેના મતભેદોનું નિરાકરણ થયું નહોતું. પ્રચંડના ટેકેદારોએ એવો આક્ષેપ કર્યો હતો કે ઓલી સ્વચ્છંદી વર્તન કરી રહ્યા હતા.

માયરિપબ્લિકાના એક અહેવાલ મુજબ કાઠમંડુમાં પુષ્પલાલ શ્રેષ્ઠ અને નરબહાદૂર કર્મચાર્યની સ્મૃતિમાં યોજાએેલા એક કાર્યક્રમમાં પ્રચંડે એવોઆક્ષેપ કર્યો હતો કે ઓલી મનસ્વીપણે વર્તી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઓલી જૂથ સાથે વાટાઘાટો થયા પછી પણ ઓલીના કહેવાથી કેટલાક લોકોએ દેશના ચૂંટણી પંચ સમક્ષ CPN-UMN નામના નવા પક્ષનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલે મને લાગે છે કે પક્ષમાં ભંગાણ પડવાની શક્યતા વધી ગઇ હતી.

આવું થાય તો ચીનની મનમાની નેપાળમાં થવાની શક્યતા ઘટી જઇ શકે છે. ચીન નેપાળ પરની પોતની પકડ ગુમાવવા તૈયાર નથી એટલે રાજકીય સમીક્ષકો માને છે કે નેપાળમાં હિંસાચાર પણ થઇ શકે છે. આ વિસ્તારમાં ચીન પોતાની પકડ પોલાદી બનાવવાની વેતરણમાં છે. ભારત સરકારની બાજનજર આ વિસ્તાર પર છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.