નેપાળના રાજકારમાં અચાનક હલચલ વધી ગઈ છે. નેપાળના પીએમએ આજે બપોરે અચાનર રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. તેઓ દેશને પણ સંબોધિત કરવાના છે. સત્તાધારી નેપાળ કમ્યૂનિસ્ટ પાર્ટીમાં મચેલા ધમાસાણ વચ્ચે નેપાળની રાજનીતિમાં અચાનક હલચલ વધી છે.
પાર્ટીની અંદરથી જ પ્રચંડ તોફાનનો સામનો કરી રહેલા ઓલીએ આજે રાષ્ટ્રપતિની મુલાકાત કરી. તેઓ આજે દેશને સંબોધિત પણ કરશે. તેનાથી તમામ પ્રકારની અટકળોને વેગ મળ્યો છે. માનવામાં આવ રહ્યું છે કે, તેઓ વડાપ્રધાન પદ પરથી રાજીનામાંની જાહેરાત કરી શકે છે.
રાજીનામાની અટકળો વચ્ચે નેપાળના પીએમ ઓલીએ પોતાના નિવાસસ્થાને કેબિનેટની એક ઈમર્જન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સરકાર ભવિષ્ટને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સુત્રો અનુસાર રાજીનાનું આપવા સિવાય કેપી શર્મા ઓલી સંસદ સત્ર પૂર્ણ કરવાનો પ્રસ્તાવ પણ રાખી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.