નેપાળનો નક્શા વિવાદ બાદ નેપાળના PM ઓલીએ પ્રધાનમંત્રી મોદી સાથે મિટિંગ કરી

નેપાળના નકશા વિવાદનાં કારણે બંને દેશોના સંબંધમાં નરમાઇ જોવા મળી રહી છે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે સોમવારે કાઠમાંડુ માં બેઠક થઇ. વીડિયો કોંફ્રેંસિંગ સાથે થયેલી આ વાતચીતમાં ભારતની મદદથી નેપાળમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી.

કોરોના મહામારીના કારણે વીડિયો કોંફ્રેંસિંગ દ્વારા થયેલી બેઠકમાં નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી અને નેપાળમાં ભારતીય રાજદૂત વિજય મોહન ક્વાત્રાએ ભાગ લીધો.

અત્રે ઉલ્લેખનિય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 8 મેના રોજ ઉત્તરાખંડના ઘારચુલાને લિપુલેખ દ્વારા જોડનાર સંયુક્ત રૂપથી મહત્વપૂર્ણ 80 કિલોમીટર લાંબા રસ્તાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદથી બંને દેશોના સંબંધોમાં તણાવ પેદા થઇ ગયો હતો.

નેપાળે તેનો વિરોધ કરતાં દાવો કર્યો કે તે રસ્તો તેના ક્ષેત્રમાંથી પસાર થાય છે. તેના થોડા સમય બાદ નેપાળે નવો રાજકીય નકશો જાહેર કર્યો, જેમાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને તેના ક્ષેત્રમાં બતાવવામાં આવ્યું. જૂનમાં સંસદે દેશના નવા રાજકીય માનચિત્રને મંજૂરી આપી છે.

ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ સતત ચાલી રહ્યો હતો. આ દરમિયાન નેપાળના પ્રધાનમંત્રી પી શર્મા ઓલીએ 15 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતના 74મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ સંબંધોમાં સુધારો થવાનું શરૂ થઇ ગયું છે. આ ફોન કોલ બાદ બંને દેશો વચ્ચે આ બેઠક આયોજિત કરવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.