નેપાળના પૂર્વ PM બાબૂરામ ભટ્ટરાઈએ ભારતના નવા સંસદ ભવનના ‘અખંડ ભારત’ ભીંતચિત્ર પર સવાલ કર્યા કે આ ભીંતચિત્રમાં પડોશી દેશમાં પ્રાચીન ભારતીય વિચારના પ્રભાવને દર્શાવવામાં આવ્યા છે, જે અનાવશ્યક રાજનયિક વિવાદ કારણ પણ બની શકે છે.
પૂર્વ PM એ કહ્યું, ‘આનાથી ભારતના મોટાભાગના નજીકના પડોશીઓ વચ્ચે વિશ્વાસની ખોટ આવી શકે છે.’ તેમણે કહ્યું કે ભારત અને તેના મોટાભાગના નજીકના પડોસીઓ વચ્ચે પહેલાથી જ દ્વિપક્ષીય સંબંધ સારા નથી.
મહત્વનું છે કે, નેપાળના હાલના PM પુષ્પ કમલ દહલ પ્રચંડ આજથી ભારતના પ્રવાસ પર આવ્યા છે. PM ની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારતમાં આવ્યું છે. પ્રચંડની ભારત મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે. ખાસ કરીને ચીન સાથેના રાજદ્વારી સંબંધો અને નેપાળ અને ચીન વચ્ચે વધી રહેલી નિકટતા વચ્ચે આ મુલાકાત ખુબ જ મહત્વની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.