ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથએ ગેંગરેપ અને હત્યાની ઘટનાએ આખા દેશને હચમચાવી મુક્યો છે. પહેલા તો પ્રશાસને પરિવારને જાણ બહાર જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાંખ્યા. અને હવે પોલીસે એસઆઇટી તપાસના નામ ઉપર આખઆ ગામને સૈન્ય છાવણીમાં ફેરવી નાંખ્યું છે. કોઇ પણ નેતા અને મીડિયાને પણ પીડિત પરિવારનો મળવાની ના છે. બધાના કારણે યોગી સરકાર ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના પોતાના જ લોકો હવે યોગી સરકાર સામે આ અંગે સવાલો કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી છે.
કોરોના પોઝિટિવ થયા બાદ ઉમા ભારતી ઋષિકેશ એમ્સમાં દાખલ છે. જ્યાંથી તેમણે ટ્વિટર પર પોતાની વાત કરી છે. ઉમા ભારતીએ કહ્યું કે ‘મારી જાણકારીમાં એવો કોઇ નિયમ નથી કે એસઆઇટી તપાસ દરમિયાન પરિવારને કોઇ મળી ના શકે. આનાથી તો એસઆઇટીની તપાસ જ શંકાસ્પદ બને છે’.
ઉમા ભારતીએ યોગી આદિત્યનાથને ટેગ કરીને આગળ કહ્યું કે ‘આપણે હાલમાં જ રામમંદિરનો શિલાન્યાસ કર્યો અને દેશમાં રામરાજ્ય લાવવાનું વચન પણ આપ્યું છે. પરંતુ આ ઘટનામાં તો પોલીસની શંકાસ્પદ કાર્યવાહીના કારણે તમારી સરકાર અને ભાજપની છબિ ખરડાઇ છે.’
તેમણે યોગી આદિત્યનાથને અપીલ કરહી છે કે મીડિયા અને નેતાઓને પીડિતના પરિવારને મળવા દેવામાં આવે. આગળ તેમણે કહ્યું કે હું સ્વસ્થ થયા બાદ હાથરસ જઇશ અને પીડિતાના પરિવારને મળીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.