નેતાઓ ચેતી જજો! ખરાબ રસ્તાથી ઉશ્કેરાયેલા આ શહેરના લોકોએ મેયરને ટ્રક પાછળ બાંધી ઢસડ્યા

દક્ષિણ મેક્સિકોમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ચૂંટણી દરમિયાન ખરાબ રસ્તાને રિપેર કરવાના આપેલા વચનને પૂરું ન કરતા ઉશ્કેરાયેલા લોકોએ ત્યાંના મેયરને ટ્રક પાછળ બાંધીને ઢસડ્યા હતા. આ કેસમાં 11 લોકોની ઘરપકડ કરાઈ છે. મેયર ઉપર આ બીજો હુમલો હતો. બનાવ પછી ગામમાં સુરક્ષા વધારી દેવાઈ છે.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળી ઘટના

એક સીસીટીવી ફુટેજમાં જોવા મળી રહેલા ટ્રક પાછળ હાથમાં જાડી દોરી (દોરડા) સાથે બાંધીને તેમને સેંતા રીટાના રસ્તાઓ પર ઘસેડાઈ રહ્યા છે. આ રસ્તો લાસ માર્ગારિટાસનો ભાગ છે. નગરપાલિકાના પોલીસ અધિકારી વાહનને રોકવા માટે અને મેયરને બચાવવા ત્યાં પહોંચ્યા હતા. પોલીસ અને મેયરનું અપહરણ કરનારા લોકો વચ્ચે મારામારીમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. મેયર કાર્યાલયની બહાર પ્રત્યક્ષદર્શી દ્વારા લેવાયેલા વીડિયોમાં જોવા મળી રહેલા પુરુષોની એક ગેન્ગ તેમને ઈમારતમાંથી ખેંચીને બહાર કાઢી રહી છે અને બળજબરી વાહનની પાછળ નાંખી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.