IPL 2023 માં સૌથી મહત્વનો ઇમ્પેક્ટ પ્લેયર નિયમ. આ નિયમ વિશે દરેક જગ્યા પે ચર્ચા ચાલી રહી છે જેમાં મેચ દરમિયાન દરેક ટીમ એક ખેલાડી બદલી શકે છે. જો ધારો કે કોઈ ટીમે ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કર્યો હોય, તો તેઓ વિદેશી ખેલાડીઓનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉપયોગ કરી શકશે નહીં. એ માટે ટીમે વિદેશી ખેલાડીને મેદાનની બહાર મોકલવો પડશે. આ સાથે જ નિયમો અનુસાર 14મી ઓવર પહેલા ઈમ્પેક્ટ પ્લેયરને લઈ શકાય છે. ઈમ્પેક્ટ પ્લેયરના આગમન પછી જે ખેલાડી મેદાન છોડીને જાય છે તે મેચમાં પાછો નહીં આવે અને સાથે જ ટોસ દરમિયાન કેપ્ટને ચાર ઇમ્પેક્ટ પ્લેયરના નામ આપવાના રહેશે.
અત્યાર સુધી એવો નિયમ હતો કે કેપ્ટને ટોસ પહેલા પ્લેઈંગ ઈલેવન વિશે જાં કરવાની હોતી પણ હવે કેપ્ટન પોતાની પ્લેઈંગ ઈલેવન ટોસ બાદ જાહેર કરશે અને ટોસ દરમિયાન કેપ્ટન બે અલગ-અલગ ટીમ શીટ સાથે આવશે. ટોસના પરિણામના આધારે તે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરશે.
વુમન્સ પ્રીમિયર લીગમાં ટીમ વાઈડ અને નો બોલ માટે ડીઆરએસનો ઉપયોગ કરતી હતી અને હવે આ નિયમ IPLમાં પણ લાગુ થશે. જો અમ્પાયરના નિર્ણય સાથે સહમત ન હોય તો, બેટિંગ અને બોલિંગ ટીમ વાઈડ અથવા નો બોલ માટે DRS લઈ શકે છે.
IPL 2023ની મેચ દરમિયાન જો વિકેટકીપર સહિત ટીમનો કોઈપણ ખેલાડી બોલ ફેંકતા પહેલા અનફેર મોમેન્ટ કરશે તો બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવશે અને આ સાથે જ બેટિંગ કરનાર ટીમને પેનલ્ટી તરીકે 5 રન આપવામાં આવશે.
IPL 2023ની મેચ દરમિયાન જો વિકેટકીપર સહિત ટીમનો કોઈપણ ખેલાડી બોલ ફેંકતા પહેલા અનફેર મોમેન્ટ કરશે તો બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવશે અને આ સાથે જ બેટિંગ કરનાર ટીમને પેનલ્ટી તરીકે 5 રન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.