નવો કોવિડ -19 વેરિઅન્ટની ભારતમાં દસ્તક??

પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીએ કોવિડ 19 ના એક નવો વેરિઅન્ટ B.1.1.28.2 શોધ્યો છે. આ વેરિઅન્ટ બ્રાઝીલ અને યુકેના રસ્તે ભારત આવેલા લોકોમાં મળ્યો છે.

ગંભીર સંક્રમણનો ખતરો
કોરોનાના આ વેરિઅન્ટ ને વધારે ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે સંક્રમિત લોકોમાં ગંભીર લક્ષણ પેદા કરી શકે છે. NIVની તપાસ પ્રમાણે આ વેરિઅન્ટ દર્દીઓને ગંભીર રૂપે બીમાર કરી શકે છે.પુણેના NIVનો અભ્યાસ કહે છે કે Covaxin આ વેરિઅન્ટની સામે કાળગળ છે.અભ્યાસ પ્રમાણે વેક્સિંનના બે ડોઝ થી જે એન્ટિબોડીઝ બને છે, તે આ વેરિઅન્ટનો ખાત્મો કરવામાં અસરદાર છે.

આ વેરિઅંટ વિષે જાણવા મળ્યું છે કે આનાથી સંક્રમિત થયા પછી 7 દિવસમાં વજહ ઓછું થઇ જાય છે. વળી, શરીરમાં હાજર એન્ટિબોડીઝને પણ આ વેરિએન્ટથી જોખમ રહેલું છે અને તેમાં સતત ઘટાડો જોવા મળે છે. પહેલા આ વેરિઅન્ટ બ્રાઝિલમાં જોવા મળ્યો અને ત્યારબાદ ત્યાંથી બે વેરિઅન્ટએ ભારતમાં દસ્તક દીધી. જો કે, આ બીજા પ્રકારનાં વેરિઅન્ટના કિસ્સા વધુ નથી.

રસીમાં બદલાવ જરૂરી છે?                                                                                                      તાજેતરમાં ડબ્લ્યુએચઓએ ભારતમાં મળેલા ડેલ્ટા વેરિઅન્ટને ચિંતાજનક જણાવ્યો છે, પરંતુ શું આ નવો વેરિએન્ટ તેનાથી વધુ જોખમી સાબિત થઈ શકે છે? એક સવાલ એ પણ છે કે જો ડેલ્ટાથી સંક્રમિત દર્દીમાં ફરીથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે, તો શું આ નવું રૂપ તેના પાછળનું કારણ ગણી શકાય?

નવા વેરિએન્ટ વિશે હજી વધુ માહિતી એકત્રિત કરવાની બાકી છે, પરંતુ જો તેની અસર વ્યાપક હોય, તો નવી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. તેની સામે ભારતની Covaxin અસરકારક માનવામાં આવી રહી છે, પરંતુ તેની સામે લડવા માટે, રસીમાં પણ ફેરફારની જરૂર રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.