નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 10 સરકારી બેંકોના મર્જરને મંજૂરી, ગ્રાહકોના ખિસ્સાને પડશે અસર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં 10 મોટી સરકારી બેંકો ના મર્જરને મંજૂરી મળી ગઈ હતી. CNBC આવાજને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ અંગેની જાહેરાત પ્રેસ કૉન્ફરન્સ કરીને કરવામાં આવશે. નાણા મંત્રાલય  તરફથી 30 ઓગસ્ટ 2019ના રોજ સરકારે બેંકોના મર્જરની જાહેરાત કરી હતી. આ અંગે સરકાર હવે આ જ મહિને જાહેરનામું બહાર પાડી શકે છે. આ મર્જર બાદ દેશમાં ચાર મોટી બેંક બની જશે. નવી બેંક પહેલી એપ્રિલથી અસ્તિત્વમાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મર્જરથી બેંકનું નામ બદલાઈ શકે છે. જોકે, સરકાર તરફથી હજી સુધી કોઇ નિવેદન આવ્યું નથી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકોના મર્જરની જાહેરાત વખતે કહ્યું હતું કે આ મર્જર બાદ સરકારી બેંકોની સંખ્યા 12 રહેશે. વર્ષ 2017માં દેશમાં સરકારી બેંકોની સંખ્યા 27 હતી. આ પહેલા દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઑફ બરોડોમાં મર્જર થયું હતું.

પંજાબ નેશનલ બેંક (PNB)માં ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સનું મર્જર થશે. જે બાદમાં બનનારી નવી બેંક દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક બનશે. નવી બેંક પાસે આશરે 17 લાખ કરોડનો બિઝનેસ હશે.

કેનરા બેંક સાથે સિન્ડિકેટ બેંકનું પણ મર્જર થશે. મર્જર બાદ બનનારી બેંક દેશની ચોથી સૌથી મોટી સરકારી બેંક બની જશે. આ બેંક પાસે 15.20 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.

યૂનિયન બેંકનું આંધ્રા બેંક અને કૉર્પોરેશન બેંક સાથે મર્જર થશે. મર્જર પછી બનનારી આ બેંક દેશની પાંચમી સૌથી મોટી સરકારી બેંક હશે. આ બેંક પાસે 14.59 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ હશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.