લોક ફોલ્ડરમાં રહેલા ફોટોઝનું બેકઅપ પણ નહિ લેવાય અને સ્ક્રીનશૉટ પણ નહિ લઈ શકાય
તમારી મેમરી માટે તમે અત્યાર સુધી ફોટોઝ અને વીડિયોઝ ગૂગલ ફોટોઝમાં સેવ કરતા હતા. જોકે અત્યાર સુધી તેમાં કોઈ સિક્યોરિટી નું ફીચર નહોતું. એપ લોકનાં માધ્યમથી તમે આ ડેટા સિક્યોર કરી શકતા હતા. આ ડેટા સિક્યોર કરવા માટે ગૂગલ ફોટોઝમાં કંપનીએ ‘લોક્ડ ફોલ્ડર’ ફીચર લોન્ચ કર્યું છે.
અત્યાર સુધી આ સિક્યોરિટી ફીચરનો ઉપયોગ માત્ર પિક્સલ યુઝર્સ જ કરી શકતા હતા. હવે તે તમામ એન્ડ્રોઈડ યુઝર્સ માટે લોન્ચ થયું છે. ગૂગલે સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરી હતી કે આ સર્વિસ ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોન માટે અવેલેબલ થશે. હાલ આ ફીચર સેમસંગ અને વનપ્લસના કેટલાક ડિવાઈસમાં એક્ટિવ થયું છે.
આ ફીચર એન્ડ્રોઈડ 6.0 અને તેની ઉપરના વર્ઝન પર સપોર્ટ કરશે. આ ફીચર સપોર્ટ કરતા ડિવાઈસના યુઝરને ફીચર એક્ટિવ થયાનું નોટિફિકેશન પણ મળશે.
લોક્ડ ફોલ્ડર ફીચર આ રીતે કામ કરશે
ગૂગલ ફોટો લોક્ડ ફોલ્ડર એપ્લિકેશનથી તમે ડેટા સિક્યોર કરી શકશો. આ ફોલ્ડરમાં રહેલા ફોટોઝનું બેકઅપ નહિ લઈ શકાય આટલું જ નહિ આ ફોટોઝ શેર પણ નહિ થાય. આ ફોલ્ડર એક્સેસ કરવા માટે ડિવાઈસ સ્ક્રીન લોકનો ઉપયોગ થશે. ગૂગલે પ્રો લેવલની સિક્યોરિટી આપી છે. આ ફોલ્ડરમાં રહેલા ફોટોઝના સ્ક્રીનશૉટ પણ નહિ લઈ શકાય.
ગૂગલે કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે ગૂગલ ફોટોઝમાં લોક કરેલા ફોલ્ડરમાં પાસકોડ સાથે ડેટા સિક્યોર કરવો પડશે. આ ફોલ્ડરમાં રહેલા ફોટોઝ એપ્સમાં સ્ક્રોલિંગ સમયે પણ નહિ દેખાય.
આ રીતે એક્ટિવ કરો ફીચર
ગૂગલ ફોટોઝમાં જઈ લાઈબ્રેરીમાં જઈને utilitiesમાં જઈ લોક ફોલ્ડરનું ,સેટઅપ કરવાનું રહેશે. જો તમે ગૂગલ ફોટોઝ એપ અનઈન્સ્ટોલ કરશો તો આ ફોટોઝનું બેકઅપ નહિ લેવાય. તેથી એપ અનઈન્સ્ટોલ કરતા પહેલા અથવા ડિવાઈસ બદલતાં પહેલાં આ ફોટોઝ ટ્રાન્સફર કરી લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.