આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ ટૂંક સમયમાં માતા પિતા બનવાના છે. આ દંપતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે અને આદિત્યએ સોશિયલ મીડિયા પર લખ્યું શ્વેતા અને હું તમારા બધાના આશીર્વાદ સાથે ખૂબ જ જલ્દી અમારા પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ.આદિત્યએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના મેટરનિટી શૂટની એક તસવીર શેર કરી છે જેમાં તેની પત્ની ક્રોપ ટોપમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે.આદિત્ય અને શ્વેતાએ ફિલ્મ શાપિતમાં સાથે કામ કર્યું હતું.
અહીંથી બંને નજીક આવ્યા આદિત્ય અને શ્વેતાએ લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા ત્યારબાદ તેઓ 1 ડિસેમ્બર 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાયા અને બંનેએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા હતા. બંને તેમના લગ્ન અને રિસેપ્શનમાં ખૂબ જ ખુશ દેખાતા હતા.કોવિડ 19 મહામારીને જોતા લગ્નમાં માત્ર 50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લગ્નના બીજા દિવસે એટલે કે 2 ડિસેમ્બરના રોજ લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં બંનેના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.