હવે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. જેથી ચિત્ર પણ ચૂંટણીનું આ બેઠકને લઈને સ્પષ્ટ થયું છે.
News Detail
સુરત શહેરની અંદર ગઈકાલે 29 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાયા બાદ હવે 168 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો છે અને મજુરા બેઠક પર ઓછામાં ઓછા 4 ઉમેદવારો છે. સુરત શહેરમાં સૌથી વધુ પરપ્રાંતિય મતદારો ધરાવતી લિંબાયત બેઠક છે. આ બેઠક પર 44માંથી 31 મુસ્લિમ અને 13 હિંદુ ઉમેદવારો છે.
મુસ્લિમ ઉમેદવારો પણ મુખ્યત્વે મરાઠી, દક્ષિણ ભારત, બંગાળના મુસ્લિમો છે. બીજી તરફ વિવાદાસ્પદ સુરત પૂર્વ બેઠક પરથી AAPના ડમી ઉમેદવાર સલીમ મુલતાનીનું નામ પાછું ખેંચાતા હવે 14 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી ખાસ કરીને આ બેઠક પર 93 હજાર મુસ્લિમ, 22 હજાર ખ્રિસ્તી-પારસી, 35 હજાર રાણા, 12 હજાર જૈન, 10 હજાર ખત્રી, 12 હજાર એસસી, 8 હજાર ખારવા મતદારો છે.
સુરતમાં આ વખતે નવા જૂનીના સંકેતો જરુરથી જોવા મળી રહ્યા છે. સુરત આ વખતે આપ પાર્ટીએ તેના મોટા ઉમેદવારો ઉતાર્યા છે આ ઉપરાંત સુરતમાં રાજકીય વળાંક પણ આ રીતે આ વખતે જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.