નવા વર્ષની શરૂઆત એટલે કે આવતીકાલ 1 જાન્યુઆરી 2021થી તમારી રોજની જિંદગીમાં કેટલાક મોટા ફેરફાર આવી શકે છે. આ ફેરફારમાં ફાસ્ટેગ, જીએસટી, ગેસ સિલિન્ડર, ઇન્શ્યોરન્સ, ચેક પેમેન્ટ, કોલિંગ, વોટ્સએપ, ઈલેક્ટ્રોનિક્સ ચીજો, ગાડીઓની કિંમત વગેરે પર અસર થશે. આ ફેરફારની અસર તમારા ખિસ્સા પર થશે. કેટલાક ફેરફાર તમને ફાયદો પણ આપશે.
ચેક જાહેર કરનારા વ્યક્તિએ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ કે એટીએમની મદદથી આપવાની રહેશે
ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી 5000 રૂપિયા સુધીના પેમેન્ટ માટે પિન નહીં નાખવો પડે
ઓટોમોબાઈલ કંપનીઓ જાન્યુઆરી 2021થી પોતાના અનેક મોડલની કિંમતો વધારી રહી છે. ત્યારપછી કાર ખરીદવું પહેલાંની પહેલાં મોંઘું બનશે. અત્યાર સુધી મારુતિ, મહિન્દ્રા બાદ રેનો અને એમજી મોટર્સના ભાવમાં પણ વધારો કરવાનું કંપનીઓએ જાહેર કરી દીધું છે.
LED ટીવી, રેફ્રિઝરેટર, વોશિંગ મશીન જેવી ચીજો થશે મોંઘી થશે અને તેની કિંમતોમાં 10 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. તાંબા, એલ્યુમિનિયમની કિંમતોમાં વધારો થતાં ઈલેક્ટ્રોનિક ભાવ વધશે.
જ્યારે તમે 1 જાન્યુઆરીથી લેન્ડલાઈન ફોનથી કોઈ પણ મોબાઈલ પર ફોન લગાવશો તો તમારે તેની આગળ શૂન્ય લગાવવાનું રહેશે.
ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઇ છે. ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી કરાઇ છે. 10 જાન્યુઆરી સુધી રાહત આપવામાં આવી છે. અગાઉ ગુરૂવાર એટલે 31 ડિસેમ્બર 2020એ ડેડલાઇન પૂર્ણ થઇ રહી હતી. હવે સામાન્ય ટેક્સપેયર્સ 10 જાન્યુઆરી 2021સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે. ત્યારે, જેમના એકાઉન્ટ ઑડિટ માટે નખાયા છે, તેમના માટે છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે
1 જાન્યુઆરી બાદ ઓછા પ્રીમિયમમાં વીમા ખરીદી શકાશે. IRDAIએ દરેક કંપનીઓને સરળ જીવન વીમા લોન્ચ કરવાનું કહ્યું છે. આરોગ્ય સંજીવની નામની સ્ટેન્ડર્ડ રેગ્યુલર હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન રજૂ કર્યા બાદ એક સ્ટાન્ડર્ડ ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ રજૂ કરવાના આદેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.