ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી રોસ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધી છે. 37 વર્ષીય રોસ ટેલરે ગુરુવાર (30 ડિસેમ્બર)ની સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સંન્યાસની જાહેરાત કરી છે. રોસ ટેલરે કહ્યું છે કે તે પોતાના ઘરમાં થનારી આગામી સીરિઝમાં રમવા માગે છે. આ બંને સીરિઝ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થવાની છે. પહેલાં બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સીરિઝ રમાશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડે પોતાના જ ઘર આંગણે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વિરુદ્ધ 6 વન-ડે પણ રમવાની છે.
રોસ ટેલરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે આજે હું હોમ સમર બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરું છું અને બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વિરુદ્ધ 6 વન-ડે છેલ્લી રહેશે. 17 વર્ષ સુધી મને સપોર્ટ કરવા માટે આભાર. તેમજ દેશ માટે રમવું ગર્વની વાત છે. આ ન્યૂઝીલેન્ડના ખેલાડીએ પોતાના ઇન્ટરનેશનલ કરિયરમાં કુલ 445 મેચ રમી છે જેમાં કુલ 40 સેન્ચુરી લગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.