અદાણી ટોટલ ગેસ લિમિટેડે સીએનજી (CNG) અને પીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે અને સીએનજી (CNG)ના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા 13 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે પીએનજીના ભાવમાં પાંચ રૂપિયા છ પૈસાનો ઘટાડો થયો છે અને સીએનજી (CNG) પીએનજીનો નવો ભાવ આજથી અમલી બન્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી ભારતમાં એપીએમ ગેસનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવના આધારે દર છ મહીને નક્કી થતો હતો અને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ અને કોરોના પછી ક્રૂડ ઓઈલ અને ગેસની વધતી માંગના કારણે છેલ્લા બે વર્ષથી દેશ અને દુનિયામાં ભાવ સતત વધી રહ્યા હતા.
આ સ્થિતિમાં ભારતે ઉકેલ શોધવા માટે કિરીટ પારેખ કમિટીની રચના કરી હતી અને આ કમિટીએ એપીએમ હેઠળના નેચરલ ગેસ ઉત્પાદનના ભાવ ગણવાની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન સૂચવ્યું છે.
સમિતિએ આંતરરાષ્ટ્રીય ભાવના બદલે હવે ભારતમાં આયાતી ક્રૂડની પડતરના આધારે ભાવ નક્કી કરવાની જાહેરાત કરી છે અને ક્રૂડની પડતર ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ કરતા ઓછી હોવાથી ભારતમાં ગેસના ભાવમાં પણ ઘટાડો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.