ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે અને જેમાં ગુજરાતમાં ચોમાસુ વહેલું આવાની આગાહી કરવામાં આવી છે. તેમજ ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે તેવી શક્યતાઓ છે. જેમાં જૂન મહિનાના પ્રારંભે પ્રિ મોન્સૂન એક્ટીવ થશે. તથા 27 મેએ ચોમાસુ કેરળ પહોંશે તેવી પ્રબળ શકયતા છે.
ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે તેવું રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે અને જેમાં મ.ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. તથા આંદમાન-નિકોબાર ચોમાસુ પહોંચ્યું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ મોન્સૂન એક્ટીવ થશે. આ વર્ષે ચોમાસું કેરળમાં નિયત સમય 1 જુન કરતા પાંચ દિવસ વહેલું આવશે. કાળઝાળ ગરમીથી બહુ જલદી રાહત મળે તેવા સમાચાર છે. કેરળમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું 5 દિવસ વહેલું બેસે તેવી શક્યતા છે. 27 મી મે સુધીમાં કેરળના દરિયાકાંઠે દસ્તક આપે તેવી આગાહી છે. જેના પગલે ગુજરાતમાં પણ ચોમાસાનું 5 દિવસ વહેલું આગમન થઈ શકે છે અને આથી અગનભઠ્ઠીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી શકે છે.
ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસું દસ્તક આપી શકે છે અને 15થી 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે જયારે ભારત માટે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ લાઈફલાઈન સમાન ગણાય છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યાં અનુસાર ગઈકાલે એટલે કે 16મીએ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેસી ગયું છે. ત્યાંથી કેરળ તરફ એટલે કે કેરળમાં જે સામાન્ય રીતે ચોમાસુ બેસવાની તારીખ છે. પહેલી જૂન તે આ વખતે ચોમાસુ વહેલું બેસી શકે છે. અને 27 તારીખ સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. નિર્ધારિત સમય કરતા ચોમાસુ 5 દિવસ વહેલું બેસી ગયું છે. જો કે તેમણે એ પણ કહ્યું કે જરૂરી નથી કે કેરળમાં વહેલું બેસે તો ગુજરાતમાં પણ વહેલું બેસે. જો કે હાલ તો આશા વ્યક્ત કરાઈ છે કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું દસ્તક આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.