ગુજરાત માટે સારા સમાચાર આવી રહ્યાં છે. રાજયમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજય પર દુષ્કાળનાં ડાકલા વાગી રહ્યાં છે. ત્યારે સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
છેલ્લાં ૨૪ કલાકમાં તો ૧ મીટર જેટલો વધારો થયો છે. હાલ ડેમની સપાટી ૧૧૮ .૪૧ મીટર થઈ છે. મધ્ય પ્રદેશનાં કેચમેટં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહયો છે. જેના કારણે નમઁદા ડેમમાં હાલ ૪૬૯૦ MCM કુલ સ્ટોરેજ છે.
https://www.youtube.com/watch?v=S9fqXntaPgo&t=19s
રાજયના ૧૮ મોટા ડેમ પૈકી દક્ષિણ ગુજરાતના વલસાડ સ્થિત દમણગંગા ડેમમાં મંગળવારે સવારે ૪૨૦૧ કયુસેક પાણીની આવક સામે ૩૪૮૨ કયુસેક દરિયા તરફ વહેતું થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.