સુપરપાવર અને મહાશક્તિ જેવા બીરુદ પામનાર અમેરિકા કોરોના સામે જાણે ઘૂંટણિયે પડી ગયુ હોય તેવા દ્રશ્યો અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં જોવા મળી રહ્યા છે.
ન્યૂયોર્ક કોરોનાનુ સૌથી મોટુ એપી સેન્ટર બની ચુક્યુ છે.જ્યાં રોજ હજારો લોકો કોરોના પોઝિટિવ તરીકે સામે આવી રહ્યા છે. હવે ન્યૂયોર્કમાં એવી સ્થિતિ છે કે, અહીંયા જરુરિયાત પ્રમાણે હોસ્પિટલમાં બેડ પણ નથી અને સારવાર કરવા માટે સ્ટાફ પછણ નથી.
ન્યૂયોર્કમાં અત્યાર સુધીમાં 385 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે.જ્યારે 37000 દર્દીઓને તેનો ચેપ લાગી ચુક્યો છે. ન્યૂયોર્કના ગર્વનર એન્ડ્રુ કાઓમો ટ્રમ્પ સરકાર પર ભારે નારાજ છે.
તેમનુ કહેવુ છે કે, હવે નિવૃત્ત થયેલા ડોક્ટરો અને્ નર્સોને સારવાર માટે બોલાવવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં 30000 સ્વયંસેવકોની જરુર છે અને્ સરકારે માત્ર 400 જ સ્વયંસેવકો પૂરા પાડ્યા છે. હવે આટલા સ્વયંસેવકોથી શુ થશે.
તેમણે કહ્યુ હતુ કે, અમારી પાસે માત્ર 400 જ વેન્ટિલેટર છે.જ્યારે જરુરિયાત 30000 વેન્ટિલેટરની છે. જોકે તેમના આ નિવેદન બાદ સરકારે બીજા 4000 વેન્ટિલેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. આમ છતા તે પૂરતા તો નથી જ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.