ન્યૂ યોર્કઃ દુનિયાના લગભગ 200 દેશોમાં કોરોના વાયરસનો કહેર વ્યાપેલો છે. અત્યાર સુધીમાં લગભગ 70 હજાર લોકોનાં તેના કારણે મૃત્યુ નીપજી ચૂક્યાં છે. ચીન, ઈટલી અને સ્પેન બાદ અમેરિકામાં કોરોના કહેર બન્યો છે. વિશ્વમાં 13 લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. અમેરિકામાં લગભગ 10 હજાર લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. અમેરિકામાં એક લાખ કરતાં વધારે લોકોને કોરોનાનો ચેપ લાગી ગયો છે.
ન્યૂ યોર્કને તો કોરોનાએ પોતાના ભરડામાં લઈ લીધું છે. તાજેતરમાં જ ત્યાંની હોસ્પિટલોની કેટલીક એવી તસવીરો બહાર આવી છે, જે ત્યાંની ડરામણી પરિસ્થિતિ દર્શાવે છે. ન્યૂયોર્કની બ્રૂકલિન હોસ્પિટલમાં એક તરફ કોરોના વાયરસના દરદીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે, ત્યાં બધી જ બાજુ ઓરેન્જ રંગની બેગમાં ડેડ બોડીઝ જોવા મળી રહી છે.
બ્રૂકલીનની આ હોસ્પિટલમાં શબ સ્ટ્રેચર દેખાઇ રહ્યાં છે. માત્ર ન્યૂ યોર્કમાં જ ચાર હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ નીપજી ચૂક્યાં છે. અહીં એક લાખ કરતાં વધારે લોકો સંક્રમિત છે. બ્રૂકલિનની આ હોસ્પિટલ શહેરની અન્ય હોસ્પિટલોની જેમ જ છે, જ્યાં મોટી સંખ્યામાં દરદીઓ હાજર છે.
- અહીંના મેડિકલ કર્મીઓ પ્રોટેક્ટિવ સૂટમાં જોવા મળે છે. હોસ્પિટલમાં શબોને રેફ્રિજરેટેડ ટ્રકોમાં રાખવામાં આવે છે, કારણકે શબોનો અંતિમ સંસ્કાર યોગ્ય સમયે થઈ શકતો નથી. ન્યૂયોર્કનાં શબ ગૃહો પણ ભરેલાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.