ન્યૂયોર્કમાં લાશોના ઢગલા, એક જ સામૂહિક કબરમાં સેંકડો મૃતદેહ દફનાવવા પડે તેવી હાલત

અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કમાં કોરોના વાયરસે મચાવેલી ખાનાખરાબીના પગલે લાશોના ઢગલા થઈ રહ્યા છે.

હવે એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે, લાશોને દફનાવવા માટે સામૂહિક કબર ખોદવામાં આવી રહી છે.એક જ કબરમાં સેંકડો મૃતદેહોને દફનાવવામાં આવી રહ્યા છે.સોશ્યલ મીડિયા પર આ પ્રકારની તસવીરો વાયરલ થઈ રહી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ન્યૂયોર્કના હાર્ટ આઈલેન્ડ પર એવા લોકોને દફનાવવામાં આવી રહ્યા છે જેમનુ દુનિયામાં કોઈ નથી.અહીંયાથી જે તસવીરો સામે આવી રહી છે તે પ્રમાણે મોટા મોટી કબરો ખોદવામાં આવી રહી છે.પહેલા આ કામ જેલના કેદીઓ કરી રહ્યા હતા પણ મૃતદેહોની સંખ્યા વધી રહી હોવાથી કબર ખોદવા બહારના કોન્ટ્રાકટરો બોલાવવા પડી રહ્યા છે.

ન્યૂયોર્કમાં 7000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.ગુરુવારે ન્યૂયોર્કમાં એક જ દિવસમાં 10000 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા હતા.ન્યૂયોર્કમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 1 લાખ કરતા વધારે છે.અમેરિકામાં 16700 લોકોના મોત થઈ ચુક્યા છે.

બીજી રફ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસિઝના ડાયરેક્ટર એન્થની ફૌસીનુ કહેવુ છે કે, અમેરિકાએ જે પ્રયાસો કર્યા છે તે હવે કામ આવી રહ્યા છે.અમેરિકામાં 2.40 લાખ લોકોના મોતની જગ્યાએ હવે 60000 લોકો મોતને ભેટે તેવુ લાગી રહ્યુ છે.સોશ્યલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનની અસર દેખાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.