ન્યુઝીલેન્ડ સહિત દુનિયાના આ 25 દેશ થયા કોરોના મુક્ત

કduniરોના વાઇરસે દુનિયાભરમાં કાળો કેર વર્તાવ્યો છે. વાઇરસે અત્યાર સુધીમાં 4 લાખ લોકોનો ભોગ લીધો છે જ્યારે 73 લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત થયા છે. જોકે, આ બધાની વચ્ચે એક સારા સમાચાર પણ સામે આવી રહ્યાં છે કે દુનિયાના 25 દેશ એવા છે જ્યાં સંપૂર્ણપણે કોરોના પર કાબુ મેળવી લીધો છે. આ યાદીમાં તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેલ થયું છે. જ્યા કોરોના વાઇરસના છેલ્લા દર્દીને સોમવારના રોજ રજા આપવામાં આવી.

જોકે, આ દેશોમાં કોરોનાના સંક્રમણને લઇને જારી કરવામાં આવેલી દિશા-નિર્દેશોનું પાલન હજુ પણ કરવાનું રહેશે. આ દેશોમાં કોરોના વાઇરસને પર કાબુ મેળવતા અન્ય દેશોને પોતાની લડાઇને વધુ અસરકારક બનાવવા માટે પ્રોત્સાહિત પણ કર્યાં છે.

આ દેશ થયા કોરોના મુક્ત

  1. ન્યુઝીલેન્ડ
    1. પાપુઆ ન્યુ ગિની
    2. સેશેલ્સ
    3. ફિઝી
    4. ત્રિનિનાડ એન્ડ ટોબેગો
    5. લાઓસ
    6. વેટિકન સિટી
    7. ગ્રીનલેન્ડ
    8. મકાઓ
    9. માન્ટેનિગ્રો
    10. ઇરિટ્રિયા
    11. બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડ
    12. સેન્ટ પિયરે મિક્કેલૉન
    13. અંગ્વેલિયા
    14. સેન્ટ બાર્થ
    15. કેરેબિયન નેધરલેન્ડ
    16. મૉન્ટસેરાટ
    17. ટકર્સ એન્ડ સાઇકોજ
    18. સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ
    19. તિમોર લેસ્ટે
    20. ફ્રેન્ચ પૉલેનિશિયા
    21. અરૂબા
    22. ફાઇરો આઇલેન્ડ
    23. ઇસ્લે ઓફ મેન (બ્રિટીશ ટાપુઓ)
    24. ફોલ્કલેન્ડ આઇલેન્ડ

    દુનિયાભરમાં 73 લાખથી વધારે સંક્રમિત
    કોરોના વાઇરસના આંકડા પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડોમીટર અનુસાર બુધવાર સવાર સુધી દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે 73,16,944 લોકો સંક્રમિત થઇ ચુક્યાં છે. વળી 4,13,627 લોકોના મોત નીપજ્યાં છે. દુનિયાભરમાં કોરોના વાઇરસથી સાજા થનાર દર્દીઓનો આંકડો પણ વધીને 36,02,502 પર પહોંચ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.