ન્યૂઝીલેન્ડમાં પાક ટીમે તોડ્યો પ્રોટોકોલ, 6 પાક ક્રિકેટર કોરોના પોઝિટિવ

ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમના 6 ક્રિકેટર કોરોના સંક્રમિત હોવાનુ જાણવા મળ્યુ છે.જેના કારણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ રોષે ભરાયુ છે.

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડ એવા ગણ્યા ગાંઠ્યા દેશો પૈકીનુ એક છે જ્યાં કોરોના પર કાબૂ મેળવી લેવાયો છે તેવામાં પાક ટીમના ક્રિકેટરો કોરોના પોઝિટિવ આવ્યા છે.ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આરોપ લગાવ્યો છે કે, આ ખેલાડીઓને હવે આઈસોલેશનમાં રહેવુ પડશે અને તેઓ પ્રેક્ટિસ નહીં કરી શકે.આ 6 પૈકી ચાર કેસ નવા છે અને બે જૂના છે.

આ ખેલાડીઓના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો પણ ન્યૂઝીલેન્ડ બોર્ડે કહ્યુ હતુ કે, પાકિસ્તાની ટીમના ખેલાડીઓએ પહેલા જ દિવસે પ્રોટોકોલ તોડ્યો હતો .અમે તેમને સમજાવીશું કે પ્રોટોકોલ શું હોય છે.હવે પાકિસ્તાની ટીમ જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી પ્રેક્ટિસ નહી કરી શકે.

આ પહેલા ઈગ્લેન્ડ પ્રવાસે પાક ટીમ ગઈ હતી ત્યારે પણ દસ ક્રિકેટરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.ન્યૂઝીલેન્ડમાં પાક ટીમ ત્રણ ટી 20 અને બે ટેસ્ટ મેચ રમવાની છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.