ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન સામેની પ્રથમ ટી-૨૦માં પાંચ વિકેટે વિજય

પાકિસ્તાન ૯ વિકેટે ૧૫૩, મેન ઓફ ધ મેચ જેકોબ ડફીની ૪ વિકેટ, ન્યૂઝીલેન્ડ ૫ વિકેટે ૧૫૬ રન

ન્યૂ ઝીલેન્ડે પાકિસ્તાન સામે બે ટી-૨૦ની શ્રેણીની ઓકલેન્ડ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે પાંચ વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાના લીધેલા નિર્ણયના પગલે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૫૩ રન કર્યા હતા. પ્રથમ ટી-૨૦ રમી રહેલા જેકોબ ડફીએ ૪ ઓવરમાં ૩૩ રન આપી ૪ વિકેટ ઝડપી પાકિસ્તાનને અંકુશમાં રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાન તરફથી શાદાબ ખાનના ૪૨ અને ફાહીમ અશરફના ૩૧ રનને બાદ કરતાં કોઈ ખાસ દેખાવ કરી શક્યું ન હતું.

પાકિસ્તાન ટોસ જીતીને બેટિંગમાં ઉતરતા ૩૯ રનમાં અડધી ટીમ પેવેલિયન ભેેગી થઈ જતાં મુશ્કેલીમાં મૂકાઈ ગયું હતું. ન્યૂ ઝીલેન્ડ તેના જવાબમાં સાત બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટ ગુમાવીને ૧૫૬ રન કરી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ન્યૂ ઝીલેન્ડ તરફથી ટીમ સીફર્ટે ૫૭ અને માર્ક ચેપમેને ૩૪ રનનો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. પાકિસ્તાન તરફતી હેરિસ રાઉફે ૩ વિકેટ ઝડપી હતી અને શાહીન આફ્રિદીએ બે વિકેટ ઝડપી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.