– આજે બપોરે બાબતપુર એરપોર્ટ પહોંચશે
ઉત્તર પ્રદેશના વારાણસીમાં બંધાયેલા છ લેનવાળા હાઇવે NH-19ના લોકાર્પણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે વારાણસી જશે.
પ્રોટોકોલ મુજબ આજે બપોરે વડા પ્રધાન 2/10 વાગ્યે બાબતપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી ભારતીય હવાઇ દળના હેલિકોપ્ટરમાં ખજૂરી જનસભા સ્થાને પહોંચશે. પ્રયાગરાજ-વારાણસી વચ્ચે બનેલા છ લેનવાળા NH-19 હાઇવેનુ્ં લોકાર્પણ કર્યા બાદ તેઓ એક સભાને સંબોધશે.
વારાણસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મતદાર વિસ્તાર છે. આજે ત્યાં દીપોત્સવ પણ યોજાયો છે જેમાં મોદી સહભાગી થવાના હતા. તેમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હશે. NH-19ના લોકાર્પણ બાદ વડા પ્રધાન કાશી વિશ્વનાથ મંદિરના નવીનીકરણની યોજનાનું પણ રૂબરૂ જઇને અવલોકન કરશે.
વડા પ્રધાનનો વિગતવાર કાર્યક્રમ આ પ્રમાણે છે. પહેલાં બાબતપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી ભારતીય હવાઇ દળના હેલિકોપ્ટરમાં ડોમરી જશે. ડોમરીથી કાર દ્વારા ભગવાન અવધૂત રામ ઘાટ પહોંચશે અને ત્યાંથી ક્રૂઝ પર સવાર થઇને લલિતા ઘાટ પહોંચશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ ફરી એકવાર ક્રૂઝ દ્વારા રવિદાસ ઘાટ જવા રવાના થશે અને ચેતસિંઘ ઘાટ પર દસ મિનિટડનો લેઝર શો નિહાળશે.
ફરી ત્યાંથી રવિદાસ ઘાટ પહોંચીને કાર દ્વારા સારનાથ પહોંચશે. ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જોશે. સવા આઠ વાગ્યે બાબતપુર એરપોર્ટથી પાટનગર નવી દિલ્હી પાછા રવાના થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.