ખાલિસ્તાની સમર્થક મોસ્ટ વોન્ટેડ તરસેમ સંધુને NIA અબુધાબીથી ભારત લાવી છે. તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારના રોજ ભારત લાવવામાં આવ્યો હતો.
NIA ને એક મોટી સફળતા મળી છે. ખાલિસ્તાની સમર્થક મોસ્ટ વોન્ટેડ તરસેમ સંધુને અબુધાબીથી ભારત લાવી છે. તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારના રોજ ભારત લાવવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંડાનો ભાઈ છે, જે પંજાબના તરનતારનનો રહેવાસી છે. NIA દ્વારા તરસેમનું નામ પાકિસ્તાન અને અન્ય દેશોમાં ડ્રગ સ્મગલરો અને ખાલિસ્તાની ઓપરેટિવ્સ સાથે કથિત રીતે નજીકના સંપર્કો હોવા બદલ અનેક ચાર્જશીટમાં આપવામાં આવ્યું છે.
કહેવામાં આવી રહ્યું છે કે તે હાલમાં કેનેડાથી કામ કરી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે તરસેમ સિંહ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા છે. NIA અનુસાર તરસેમ સંધુ મે 2022માં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર RPG હુમલા અને ડિસેમ્બર 2022માં તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર RPG હુમલાને અંજામ આપવાના કાવતરામાં સામેલ હતો.
NIAના જણાવ્યા અનુસાર, તરસેમ સંધુ વિદેશમાં સ્થિત ઓપરેટિવ્સ દ્વારા ભારતમાં તેના સહયોગીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ, ખંડણી, હથિયારોની દાણચોરી માટે યુવાનોને ઉશ્કેરવામાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.