ખોટા પાસપોર્ટ અથવા વિઝાથી આવેલી નાઈજીરિયન મહિલા ઝડપાઈ

કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

ખોટા પાસપોર્ટનો ઉપયોગ કર્યો.

મેડિકલ વિઝા (MEDICAL VISA) પૂર્ણ થઈ જવા છતાં પણ પરવાનગી વિના ઓવરસ્ટે કરનારા (OVERSTAYERS) નાઈજીરિયાની મહિલા (NIGERIAN WOMEN) સામે એસઓજી દ્નારા ગુનોં નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાલમાં તેને જેઆઈસીમાં મોકલવામાં આવી છે. જેને આવતીકાલે કોર્ટમાં રજુ કરીને ડિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે વિદેશી નાગરીકને ભારતમાં આવવું હોય તો કાયદેસર રીતે સરકારની મંજૂરી લઈને વિઝા મેળવવા પડે છે.

સરકાર મંજુરી આપે એટલા દિવસ સુધી વિદેશી નાગરીક ભારતમાં વસવાટ કરી શકે છે. ચોવીસા વિના કોઈ પણ વિદેશી નાગરીક ભારતમાં આશરે મેળવે તો તેની સામે ફોરેન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ભુજ તાલુકાના માધાપર ગામમાં પણ મૂળ નાઇજીરીયા અને હાલે મહારાષ્ટ્રના નાલાસોપારામાં રહેતી ૩૪ વર્ષીય મહિલા આરોપી પીઅસ ઓસાસેરે કાયદાનો ભંગ કરતાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

મહિલાએ દેશમાં આવવા માટે મેડિકલ વિઝા મેળવ્યા હતા. પરંતુ વિઝાની મુદત પૂર્ણ થઇ ગઇ ત્યારે ભારતના ખોટા વિઝા બનાવીને ખોટા પાસપોર્ટનો ખરા તરીકે ઉપયોગ કરી ભારત સરકારની પરવાનગી વિના દેશમાં વસવાટ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.