નાઈટ કર્ફ્યૂથી લોકોને ખ્યાલ આવશે કે,આપણે કોરોનાકાળમાં જીવી રહ્યા છે : પીએમ મોદી

દેશમાં કોરોના વાયરસના વધતાં કેસોથી જુદા જુદા રાજ્યોનું ટેન્શન વધ્યું છે ત્યારે વાયરસને રોકવા માટે જુદા જુદા રાજ્યોમાંઆ નાઈટ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂકરવામાં આવ્યું છે

પીએમ મોદીએ આ મુદ્દે જવાબ આપતા કહ્યું કે કેટલાક બુદ્ધિજીવી કહે છે કે શું કોરોના રાત્રે જ આવે છે? ખરેખર નાઈટ કર્ફ્યૂનો પ્રયોગ વિશ્વભરમાં કરવામાં આવ્યો છે કારણ કે દરેક વ્યક્તિને કર્ફ્યૂના સમયમાં ખ્યાલ આવે છે કે હું કોરોનાકાળમાં જીવી રહ્યો છું.

સારું રહેશે કે જૉ નાઈટ કર્ફ્યૂ9 વાગ્યાથી સવારે 5-6 વાગ્યા સુધી કરવામાં આવે જેથી બાકી વ્યવસ્થાઓ પ્રભાવિત ન થાય અને કોરોના કર્ફ્યૂ શબ્દનો પ્રયોગ કરવા માટે લોકોને એકજૂટ કરીને કામ કરવામાં આવે.

PM મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક દરમ્યાન કહ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જરૂર નથી

આવામાં વૅક્સિન કરતા ટેસ્ટિંગની વધારે ચર્ચા કરવી પડશે અને તેના પર સૌથી વધુ ફોકસ કરવું પડશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ન રહે તેવી સતર્કતા રાજ્યોએ રાખવી પડશે.

વડાપ્રધાને કહ્યું કે આપણું ટાર્ગેટ 70 ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય ચાલુ રાખવાનું છે. કોરોનામાંથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે.

PM મોદીએ મુખ્યમંત્રીઓને પૂછ્યું કે શું આપણે 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 ડો. આંબેડર જ્યંતિ છે ત્યારે આ ત્રણ દિવસને આપણે રસીકરણ માટે ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.