નિકિતા તોમર હત્યાકાંડઃ પોલીસે 11 જ દિવસમાં દાખલ કરી 700 પાનની ચાર્જશીટ

દેશભરમાં ચકચાર જગાવનાર હરિયાણાના નિકિતા તોમર હત્યાકાંડમાં પોલીસે કોર્ટમાં 700 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.આ ચાર્જશીટમાં 60 સાક્ષીઓનો ઉલ્લેખ પોલીસે કર્યો છે.

મહત્વની વાત એ છે કે, પોલીસની વિશેષ ટીમે માત્ર 11 દિવસમાં આ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે.જેને અનુભવી અધિકારીઓએ તૈયાર કરી છે.પોલીસનુ કહેવુ છે કે, આરોપીઓને આકરી સજા થાય તે રીતે પોલીસ કોર્ટમાં પેરવી કરશે.આ મામલામાં પોલીસે નિકિતાને ગોળી મારનાર તૌસિફ, તેના સાથીદાર રેહાન અને તોસિફને તમંચો આપનાર અઝરુની ધરપકડ કરી છે.

આ પહેલા નિકિતાની માતાએ સરકાર સમક્ષ માંગ કરી છે કે, જે રીતે મારી દીકરીને મારવામાં આવી છે તે જ રીતે નિકિતાના હત્યારાને પોલીસ રોડ પર એન્કાઉન્ટર કરીને ગોળી મારે.જો આ રીતે 20 વર્ષથી ઉછેરેલી પુત્રીની હત્યા થતી રહેશે તો કોઈ માતા નહીં ઈચ્છે કે પુત્રીનો જન્મ થાય. લોકો દીકરી જન્મશે તો જન્મતાની સાથે જો મારી નાંખશે.

નિકિતાના પરિવારજનો આક્ષેપ કરી ચુક્યા છે કે, આરોપી તૌસિફ નિકિતાનુ ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરતો હતો અને નિકિતાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા તેણે નિકિતાની હત્યા કરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.