મોરવા હડફના ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમિત થતા હોમ આઇસોલેટ થયા છે. પોતે અનેક સભાઓ અને પ્રચારમાં જોડાયા બાદ હવે રિપોર્ટ કરાવ્યો હતો જેને પગલે તેઓ સુપર સ્પ્રેડર બન્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે.
મોરવા હડફની બેઠક પર 3 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ભાજપના નિમિષાબેન સુથાર, કોંગ્રેસના સુરેશ કટારા અને અપક્ષ ઉમેદવાર સુશીલાબેન મૈડા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
મોરવા હડફ વિધાનસભા પર કુલ 2 લાખ 19 હજાર 185 મતદારો છે. મતદાન માટે કુલ 124 જેટલા માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરાઈ છે. 60 જેટલા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ થશે. કોરોનાની મહામારીને લઈને પણ ચૂંટણીપંચે તૈયારીઓ સજ્જ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.