આર્થિક મંદી ની ભીસ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિમઁલા સીતારમનની મોટી જાહેરાત, આ ટેક્સમાં આપી છૂટ

ગોવામાં થનારી GST કાઉંન્સિલની બેઠક પહેલા નાણામંત્રી નિર્મલા સીતારામને મીડિયા સાથે વાત કરી. તે દરમ્યાન તેમણે કંપની અને વેપારીઓને મોટી રાહત આપતા કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ટેક્સ ઘટાડવાનો વટહુકમ પાસ થઈ ગયો છે.

તેમણે કહ્યું કે, મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે IT એક્ટમાં નવી જોગવાઈઓ જોડવામાં આવી છે, જે નિશ્ચિત કરશે કે, કોઈપણ ઘરેલૂ કંપની જેનું ગઠન 1 ઓક્ટોબર 2019 કે તેના પછી થશે અને જે કંપની નવેસરથી રોકાણ કરી રહી છે તેઓ 15 ટકાના દરે ટેક્સ ચૂકવશે.

મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ માટે પણ કરમાં ઘટાડો થશે.

કોઈપણ છૂટ વિના ટેક્સ 22 ટકા રહેશે.

સરકારની આ જાહેરાત પછી તેને 1.45 લાખ કરોડની ખોટ જશે.

ઈક્વિટી કેપિટલ્સ ગેઈન પરથી સરચાર્જ હટાવી દેવામાં આવશે.

શેર બાયબેક પર 20 ટકા વધારેલો ટેક્સ લાગશે નહીં.

તેની સાથે જ MAT એટલે કે મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ ખતમ કરી દેવામાં આવ્યો છે. આ ટેક્સ એવી કંપનીઓ પર લાગે છે જેઓ નફો કમાય છે. પણ છૂટને કારણે તેમના પર ટેક્સનું દેવું ઓછું હોય છે. ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 115JB હેઠળ MAT લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.