નિર્ભયા કેસના ચારેય દોષિતો કાયદા સાથે રમત રમી રહ્યા છે , ફાંસીથી બચવા સતત દાવપેચ: કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતોને અલગ અલગ ફાંસી થશે કે એક સાથે કેન્દ્ર સરકારની આ અરજી અંગે સુપ્રીમ કોર્ટે પાંચમી માર્ચે સુનાવણી કરવામાં આવશે. આ સુનાવણીના ટાળતાની સાથે જ એક સવાલ ફરી ઊભો થઈ ગયો છે કે શું ત્રીજી માર્ચે દોષિતોને ફાંસી થશે? ઉલ્લેખનીય છે કે ત્રણ દોષિતોના તમામ કાયદાકીય વિકલ્પનો અંત આવી ગયો છે અને ચોથા દોષિત પવનને તેના વિકલ્પ ઉપયોગ કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એ એસ બોપન્નાની બેંચે સવારે 10.30 વાગ્યે આ કેસની સુનાવણી કરી હતી. જસ્ટિસ ભાનુમતિ રજા પર હોવાના કારણે ગત સપ્તાહે આ કેસ પર સુનાવણી થઈ શકી ન હતી. આ કેસમાં કોર્ટ પહેલાથી જ ચાર આરોપીઓને નોટિસ આપી ચુકી છે.

કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં કહ્યું છે કે, ચારેય આરોપીઓ જાણી જોઈને એક પછી એક પોતાના કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરી રહ્યા છે. ચારેય આરોપીઓ કાયદા સાથે રમત રમી રહ્યા છે.

સરકારે કોર્ટને અપીલ કરી છે કે જે દોષિતોના કાયદાકીય વિકલ્પ પુરા થઈ ચુક્યા છે, તેમને ફાંસી આપવામાં આવે. આ પહેલા હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ચારેય દોષિતોને સાથે જ ફાંસી આપવામાં આવશે. કોર્ટે દોષિતોને તમામ વિકલ્પનો ઉપયોગ કરવા માટે એક સપ્તાહની મુદત આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.