નવી દિલ્હી: નિર્ભયા કેસમાં દોષિતોની ફાંસીની સજા સતત પાછળ ઠેલાઈ રહી છે. હવે ચોથા અને છેલ્લા દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે. આ અરજીમાં પવન ગુપ્તાએ ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી છે.
નિર્ભયા રેપ કેસમાં ચારેય દોષિતોની ફાંસીની તારીખ નજીક આવી રહી છે. દિલ્હીમાં પટિયાલા હાઉસ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જાહેર કરીને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવાની જાહેરાત કરી છે. જોકે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા આ પહેલાં પણ ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારે પણ દોષિતોને ફાંસી આપવામાં આવી નહતી.
પવન ગુપ્તાએ હવે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીને ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી છે. આ સંજોગોમાં માનવામાં આવે છે કે, હવે દોષિતોની ફાંસી ફરી છોડી પાછી ઠેલાઈ શકે છે. અત્યાર સુધી પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન પણ દાખલ નહતી કરી અને દયાની અરજી પણ નથી કરી.
પવનના વકીલ એપી સિંહનું કહેવું છે કે, પવન ગુપ્તાએ પોતાની અરજીમાં ફરી એક વાર ઘટના સમયે તે સગીર હોવાની વાત કરી છે. એપી સિંહનું કહેવું છે કે, ઘટના સમયે પવન ગુપ્તાની ઉંમર 18 વર્ષ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.