નિર્ભયા કેસના ચારે દોષીઓનુ નવુ ડેથ વોરંટ જાહેર કરી દેવાયુ છે. જે પ્રમાણે તેમને 20 માર્ચે ફાંસી આપવામાં આવશે.
જોકે ફાંસીના ફંદામાંથી છટકવા માટે આ ચાર પૈકીના એક ગુનેગાર મુકેશે સુપ્રીમ કોર્ટમાં એક નવી પિટિશન કરી છે. જેમાં તેણે પોતાના જ પૂર્વ વકીલ વૃંદા ગ્રોવર પર આરોપ લગાવ્યો છે.
આ પિટિશનમાં મુકેશે કહ્યુ હતુ કે, મારા પર દબાણ કરીને ગ્રોવરે ફાંસી પર રોક લગાવતી ક્યુરેટિવ પિટિશન વહેલી દાખલ કરાવી દીધી હતી. આ પિટિશન દાખલ કરવા માટે ખાસો સમય હતો. આમ હવે મને ફરી ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા માટે જુલાઈ 2021 સુધીનો સમય આપવામાં આવે તેમજ વકીલ વૃંદા ગ્રોવર પર વિશ્વાસઘાત કરવા બદલ કેસ ચલાવવામાં આવે.
આ વખતે મુકેશે અન્ય એક વકીલ થકી પિટિશન કરી છે. મુકેશે છેલ્લી ઘડીએ પોતાનો વકીલ બદલી નાંખ્યો છે. પાંચ માર્ચે ડેથ વોરંટ જાહેર કરાયુ તેના પહેલા મુકેશ વતી વકીલ એમ એલ શર્માએ દલીલ કરવા કોર્ટની મંજૂરી માંગી હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.