નિર્ભયા કેસમાં ચારેય દોષિતોની પાસે તમામ કાયદાકીય વિકલ્પ ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દોષિત પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવી દેતા હવે દોષિતોની ફાંસીનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.
અત્રે જણાવવાનુ કે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચારેય દોષિતો મુકેશ, અક્ષય, વિનય અને પવનને ફાંસીની સજા થઈ ચૂકી છે. આ અગાઉ નિર્ભયા કેસના દોષિત પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. દોષિત પવને ફાંસીની સજાને ઉમરકેદમાં ફેરવવાની માગણી કરી હતી.
ત્યારબાદ પવન ગુપ્તા પાસે ફક્ત એક જ વિકલ્પ બચ્યો હતો અને તે હતો રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલવાનો વિકલ્પ. પરંતુ હવે રાષ્ટ્રપતિએ પણ પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે.
પટિયાલા હાઉસ કોર્ટ પહેલેથી નિર્ભયાના દોષિતો પવન અને અક્ષયની અરજી ફગાવી ચૂક્યા છે અને ડેથ વોરન્ટ પર રોક લગાવવા પર કોર્ટ ઈન્કાર કરી ચૂકી છે. પવન ઉપરાંત બાકીના ત્રણ દોષિત મુકેશ, અક્ષય, અને વિનયની ક્યુરેટિવ અરજી પહેલેથી સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પણ તેમની દયા અરજી ફગાવી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.