નિર્ભયાના ગુનેગારોની ફાંસીને લઇ ચર્ચા ફરી એકવખત તેજ થઇ ગઇ છે. તેના માટે તિહાર જેલમાં ફાંસીના ફંદા તૈયાર છે. ઇંતજાર માત્ર હવે ફાંસીની તારીખ જે આજે નક્કી થઇ શકે છે. આની પહેલાં નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીની સજા મળેલ ચારેય દોષિતોમાંથી એકના પિતાની ફાંસીને ટાળવાની કોશિષ પણ સોમવારના રોજ બેકાર થઇ ગઇ. કેસના એકલા સાક્ષીની વિરૂદ્ધ ખોટી જુબાની આપવાના આરોપમાં એફઆઇઆર સાથે જોડી તેમની માંગને કોર્ટ નકારી દીધી.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ (એસીએમએમ) સુધીર કુમાર સિરોહીએ હીરા લાલ ગુપ્તાના સંબંધિત માંગણી અને ફરિયાદ બંનેને ઠુકરાવી દીધી. કોર્ટે કહ્યું કે ફરિયાદકર્તાના દીકરા પવનને પહેલાં જ સંબંધિત એફઆઇઆરની અંતર્ગત દોષિત ગણાવી ચૂકયા છે અને તેમની તરફથી હવે કરવામાં આવી રહેલી દલીલ આખા કેસ દરમ્યાન બચાવ માટે દોષિત પાસે હતી. તેમણે આગળ કહ્યું કે ટ્રાયલ કોર્ટનો એવો કોઇ આદેશ રજૂ કરાયો નથી જેમાં સાક્ષીની જુબાનીને ખોટી કે અવિશ્વસનીય ગણાવી હોય.
કોર્ટને ફરિયાદમાં લગાવામાં આવેલા કોઇપણ આરોપ સંજ્ઞાન લેવા યોગ્ય લાગ્યા નથી. ગુપ્તાની ફરિયાદમાં આઇપીસીની કલમ 193 થી 196ની અંતર્ગત જુઠ્ઠા પુરાવા રજૂ કરવાના આરોપોને લઇ કોર્ટે કહ્યું કે તેના પર સંજ્ઞાન લેવા માટે કોર્ટ કે તેના દ્વારા નિમણૂક કોઇ અધિકારીની તરફથી લેખિતમાં ફરિયાદ જરૂરી છે. દોષિતના પિતાની તરફથી તેમના વકીલ એપી સિંહે આ ફરિયાદ નોંધાવી હતી. તેમાં કેસના સાક્ષી અને પીડિતાના મિત્રની વિરૂદ્ધ જુઠ્ઠી જુબાની આપવાનો આરોપ લગાવામાં આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.