અણ્ણા હજારે ફરી એક વખત તેમનુ ઉપવાસનું શસ્ત્ર અજમાવવા જઇ રહ્યા છે.આ પ્રખ્યાત ગાંધીવાદી સમાજ સેવકે નિર્ભયા ગેંગરેપનાં દોષિતોને ફાંસીની તારીખ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જો એક સપ્તાહમાં જાહેર કરવામાં ન આવે તો આમરણ ઉપવાસ પર બેસવાની ઘોષણા કરી છે.અણ્ણા હજારે સાત દિવસ પછી બે દિવસ સુંધી મૌન વ્રત રાખશે,ત્યાર બાદ આમરણ ઉપવાસ શરૂ કરશે.
અગ્રણી સમાજ સેવક અણ્ણા હજારેએ સોમવારે કહ્યું કે 14 ઓગસ્ટ 2005નાં દિવસે બંગાળમાં એક બળાત્કારીને ફાંસી આપવામાં આવી હતી.હજારેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા એક પત્રમાં કહ્યું કે ‘ત્યારથી દેશમાં મોતની સજા સંભળાવવામાં આવેલા કોઇ પણ આ પ્રકારનાં દોષિતને ફાંસીની સજા આપવામાં આવી નથી,હાલમાં 426 જેટલા દોષિત ફાંસીની સજાની રાહ જોઇ રહ્યા છે’
હજારેએ કહ્યું કે ‘લોકો હવે એ અનુભવી રહ્યા છે કે સિસ્ટમ દ્વારા ન્યાય મળવામાં મોડું અને મુશ્કેલી એક રીતે તો અન્યાય જ છે.હૈદરાબાદ એન્કાઉન્ટરને મળેલું જનસમર્થનનું આ જ સાચું કારણ છે.લોકો હવે ઇચ્છે છે કે આ પ્રાકરનાં એન્કાઉન્ટરમાં ગુનેગારોને ઠાર મારવામાં આવે’.
નિર્ભયા દુષ્કર્મનાં દોષિતોને સાત વર્ષથી ફાંસીની સજા ફટકારવામાં આવી છે પરંતું હજુ સુંધી તેમને ફાંસી આપવામાં આવી નથી,આ મુંદ્દે હવે તેમના પરિવારજનોએ પણ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.