નિર્ભયા ગેંગરેપના 4 આરોપીઓને ફાંસી અપાશે,રાષ્ટ્રપતિને દયા અરજી આપવામાં 7 દિવસ બાકી

નવી દિલ્હી: દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ની રાત્રે થયેલા નિર્ભયા સામૂહિત દુષ્કર્મ કાંડના ચાર દોષિતો મુકેશ સિંહ, અક્ષય કુમાર સિંહ, વિનય શર્મા અને પવન કુમારને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તિહાર જેલ પ્રશાસને તેમને નોટિસ આપીને કહ્યું છે કે, મૃત્યુદંડ વિરુદ્ધ જો સાત દિવસમાં રાષ્ટ્રપતિને દયા અરજી નહીં કરી તો ફાંસીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં જ ચારેયની પુન:વિચાર અરજી ફગાવી દીધી છે. જોકે તેમણે હજી સુધી રાષ્ટ્રપતિને દયાની અરજી કરી નથી. આ આરોપીઓ પાસે છેલ્લો વિકલ્પ છે.

તિહાર જેલ મુખ્યાલયે સાત દિવસમાં જવાબ પણ માંગ્યા

તિહાર જેલ હેડક્વાર્ટરે 28 ઓક્ટોબરે તે ત્રણેય જેલ અધિકારીઓને ગુપ્ત ચિઠ્ઠી લખી હતી જ્યાં ચારેય દોશિતો બંધ છે. મુકેશ અને અક્ષય જેલ નંબર બે, નિવય જેલ નંબર 4 અને પવન જેલ નંબર 14 (મંડોલી જેલ)માં બંધ છે. મુખ્યાલયે પત્રમાં કહ્યું કે, ચારેય દોષિતોને મોતની સજા આપવામાં આવી છે. તેમનો આ કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

હેડક્વાર્ટરે સાત દિવસમાં આ લોકોના પણ જવાબ માંગ્યા છે. સંબંધિત જેલ અધિકારીઓએ 29 ઓક્ટોબરે ચારેય દોષિતોને હિન્દી અને અંગ્રેજીમાં લેખિત નોટિસ આપી છે. તેમની પાસેથી રિસીવિંગ પણ લઈ લેવામાં આવ્યું છે. જેલ સૂત્રો પ્રમાણે દોષિતોને આ ચિઠ્ઠી વાંચીને સંભળાવવામાં આવી છે અને તેનો વીડિયો રેકોર્ડ પણ કરી લેવામાં આવ્યો છે. આ દરમિયાન અક્ષય, વિનય અને પવનના વકીલ એપી સિંહે કહ્યું છે કે, આ મુદ્દે ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.