દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નિર્ભયાની માતા આશા દેવીએ તેમની ચૂંટણી લડવાની ખબરોને ખોટી ઠરાવી છે. તેમણે કહ્યું કે, તેમને રાજકારણમાં કોઈ રૂચિ નથી. તેમના માત્ર તેમની દીકરીનો ન્યાય જોઈએ છે. ખબરો ચાલી હતી કે આશા દેવી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.
એવી ખબર ચાલી હતી કે, નિર્ભયાની માતા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેની જાહેરત ટૂંક સમયમાં થઈ શકે છે. કારણ કે કોંગ્રેસ નેતા કીર્તિ આઝાદે ટ્વીટ કરીને આશા દેવીને રાજકારણમાં આવવાની શુભેચ્છા પાઠવી હતી.જોકે, આશા દેવીએ સ્પષ્ટ કહી દીધું છે કે, તે રાજકારણમાં નથી આવી રહ્યા, ચૂંટણી સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં જે મોડું થઈ રહ્યું છે તેના જવાબદાર આશા દેવીએ દિલ્હી સરકારને ગણાવ્યા હતા. તેમણે એવું પણ કહી દીધું હતું કે, દિલ્હી સરકાર દોષિતોને બચાવવા માગે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.