નિર્ભયા કેસના બે દોષિત અક્ષયસિંહ અને પવનકુમાર ગુપ્તાએ શનિવારે દિલ્હીની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેણે 3 માર્ચે ચાર આરોપીઓને ફાંસી પર લટકાવવા પર રોક લગાડવાની માંગ કરી છે. એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણાએ અક્ષયની અપીલ પર તિહાર જેલ પ્રશાસનને નોટિસ ફટકારી હતી અને તેમને 2 માર્ચ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું. વકીલ દ્વારા દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમણે રાષ્ટ્રપતિને નવી દયા અરજી મોકલી છે અને તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.
અક્ષયના વકીલ એ.પી. સિંહના જણાવ્યા મુજબ અગાઉની દયા અરજીમાં સંપૂર્ણ તથ્યો નહોતા તેથી તેને નકારી કાઢવામાં આવી હતી. પવન ગુપ્તાએ કહ્યું છે કે તેમની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટમાં પેંડિંગ છે. આ કેસમાં કુલ ચાર દોષિત છે. ચારેય સામે ત્રણ વખત ડેથ વોરંટ ઇસ્યુ કરાયું છે, છેલ્લા બે આદેશો મુલતવી રાખવામાં આવ્યા છે.
3 માર્ચ ફાંસીની નવી તારીખ
પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો માટે ત્રણ ડેથ વોરંટ જારી કર્યા છે. પરંતુ તેઓ દ્વારા કાયદેસરનાં વિકલ્પોને કારણે ફાંસી બે વાર મુલતવી રાખવામાં આવી હતી. હવે ફાંસીની નવી તારીખ 3 માર્ચ છે, પરંતુ દોષિતોના વકીલ એ.પી.સિંહે દાવો કર્યો છે કે લખી રાખો કે આ તારીખે પણ ફાંસી નહીં થાય. કારણકે લૂંટનો એક કેસ પણ દિલ્હી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.