દિલ્હીની નિર્ભયા ગેંગરેપ અને જધન્ય હત્યાના દોષિત અક્ષય સિંહે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી વિચિત્ર પ્રકારની દલીલ આપી ફાંસીની સજામાંથી રાહત આપવાની માંગણી કરી છે. અક્ષયે પોતાની અરજીમાં કહ્યું છે કે, દિલ્હીની હવા અને પાણીમાં પહેલાથી જ એટલુ પ્રદુષણ છે કે લોકો વધારે જીવતા નથી, તો પછી મને સજા એ મોતની શું જરૂર છે?
અક્ષયે હાસ્યાસ્પદ તર્ક આપતા એમ પણ કહ્યું હતું કે, એવા ઘણા ઓછા લોકો છે, જે 80 થી 90 વર્ષની ઉંમર સુધી પહોંચી શકે છે.
16, ડિસેમ્બર 2012માં દિલ્હીની નિર્ભયા પર થયેલા જધન્ય દુષ્કર્મ અને ત્યાર બાદ લોખંડના રોડ વડે તેના પર આચરવામાં આવેલી હેવાનિયના 6 દોષિતોમાંના એક એવા અક્ષય સિંહે સુપ્રીમ કોર્ટમાં ફાંસીની સજા વિરૂદ્ધ પુનર્વિચાર અરજી કરી છે. પોતાની અરજીમાં અક્ષયે કહ્યું હતું કે, જ્યારે આપણે આપણી આસપાસ નજર કરીયે છીયે ત્યારે જણાય છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જીંદગીમાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરતો હોય ત્યારે તે એક જીવતા મડદા જેવો જ બની જાય છે. દિલ્હી એક ગેસ ચેંબર બની ગયું છે. જેનો ખુલાસો ખુદ ભારત સરકાર પોતાના અહેવાલમાં કરી ચુકી છે. સૌ જાણે છે કે દિલ્હીની હવા અને પાણી કેટલા ખરાબ છે.
અક્ષયે કહ્યું હતું કે, દિલ્હીની હવા અને પાણી ખરાબ હોવાના કારણે લોકોનું આયુષ્ય ઘટી રહ્યું છે. જેથી સજા એ મોતની શું જરૂર? એટલુ ઓછુ હોય તેમ જધન્ય ઘટનાના દોષિત અક્ષયે મહાત્મા ગાંધીની એક ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે સુપ્રીમ કોર્ટમાં પોતાની અરજીમાં દલીલ આપી હતી કે, ગાંધીજી હંમેશા કહેતા હતાં કે, કોઈ પણ નિર્ણય લેતા પહેલા સૌથી ગરીબ વ્યક્તિ વિષે વિચારવુ જોઈએ. એ વિચારો કે આખરે એક નિર્ણય તે વ્યક્તિને કેવી મદદ કરી શકે છે. તમે એવુ વિચારો તો તમારો ભ્રમ દૂર થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.