નિર્ભયા કેસ મુદ્દે કેન્દ્ર સરકારનો યુ-ટનૅ, હવે અલગ અલગ નહીં પણ એક સાથે જ થશે દોષિતોને ફાંસી

નિર્ભયા કેસમાં દિલ્હી હાઈકૉર્ટે કેન્દ્ર સરકારની અરજી પર ચુકાદો સંભળાવતા કહ્યું કે ચારેય દોષિતોને અલગ અલગ ફાંસી ના થઈ શકે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે દોષિતોને જલદી ફાંસી આપવા માટે અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી કરતા રવિવારનાં કૉર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્ર સરકારે આ મામલે દિલ્હી હાઈકૉર્ટમાં અરજી દાખલ કરી હતી કે ચારેય દોષી જુડિશલ સિસ્ટમનો ખોટો ફાયદો ઉઠાવીને ફાંસીને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ દોષિતોની દયા અરજી ફગાવી દેવામાં આવી છે અથવા કોઈપણ ફોરમમાં તેમની કોઈ અરજી પેન્ડિંગ નથી. તેમને ફાંસી પર લટકાવવામાં આવે. કોઈ એક દોષીની અરજી પેન્ડિંગ હોવા પર બાકી 3 દોષિતોને ફાંસીથી રાહત ના આપવામાં આવી શકે. આ મામલે દિલ્હી હાઈકૉર્ટે રવિવારનાં ખાસ સુનાવણી કર્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે. નિર્ભયાનાં માતા-પિતાનાં વકીલોએ મંગળવારનાં દિલ્હી હાઈકોર્ટનાં ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતની સમક્ષ મામલાને તાત્કાલિક રજૂ કર્યો અને સામૂહિક દુષ્કર્મ તેમજ હત્યાનાં ચારેય દોષિતોની વિરુદ્ધ ડેથ વોરંટ પરથી રોક હટાવવાની માંગ કરનારી કેન્દ્રની અરજીનું જલદી નિરાકરણ લાવવાની માંગ કરી.

નિર્ભયાનાં માતા-પિતાનાં વકીલ જિતેન્દ્ર ઝાએ કહ્યું કે, “ન્યાયમૂર્તિ કૈતે જવાબ આપ્યો કે તેમણે શનિવાર અને રવિવારનાં સુનાવણી કરી, જેનાથી ખબર પડે છે કે અદાલત કેસની અર્જન્સી સમજે છે અને એ પણ આશ્વાસન આપ્યું છે કે તેઓ જલદીથી જલદી આદેશ પસાર કરશે.”દિલ્હી હાઈકૉર્ટે કેન્દ્ર સરકાર દ્વારા નીચેની અદાલતનાં આદેશને પડકારતી અરજી પર પોતાનો આદેશ રવિવારનાં સુરક્ષિત રાખી લીધો હતો, જેમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા મામલે 4 દોષિતો અક્ષય, પવન, મુકેશ અને વિનયની વિરુદ્ધ ફાંસીની સજાનાં વોરન્ટને અનિશ્ચિત કાળ માટે રોકી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.