નિર્ભયા દોષિતોના વકીલની નફ્ફટાઈ, કહ્યું તમે લખી લો 3 તારીખે ફાંસી નહિ થાય એટલે નહીં થાય

નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે ચારેય દોષિતો માટે નવો ડેથ વોરંટ જાહેર કરી દીધો છે. પાછલા 41 દિવસોમાં આ ત્રીજો ડેથ વોરંટ છે. જેમાં ચારેય દોષિતોને 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યે ફાંસી આપવાનો આદેશ છે. જોકે, ચારેય દોષિતોમાંથી એક વિનયની પાસે હજુ પણ દયા અરજી અને ક્યૂરેટિવ પિટીશનનો વિકલ્પ છે. આ બંને વિકલ્પ નકારી દીધા પછી પણ દોષી નવી રીતે રાષ્ટ્રપતિની પાસે દયા અરજી મોકલી શકે છે.

દોષિતોની સામે એક મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. જેના પર જ્યાં સુધી ચૂકાદો નહીં આવે ત્યાં સુધી ફાંસી થઈ શકે નહીં. આ વાત પાછલા 7 વર્ષથી નિર્ભયાના દોષિતો માટે કેસ લડી રહેલા વકીલ એપી સિંહે કહી છે. તેમણે કહ્યું છે કે, લખીને રાખી લો 3 તારીખના રોજ ફાંસી નહીં થશે.

વકીલ એપી સિંહે કહ્યું, હું ક્લાઈંટને મળીશ. દરેક કાયદાકીય વિકલ્પ પર વાતચીત કરીશ અને પછી તેઓ જે ઈચ્છશે, તેમનો પરિવાર જે ઈચ્છે તે હું કરીશ. દરેક વિકલ્પનો ઉપયોગ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની પાસે બીજીવાર પણ દયા અરજી મોકલવામાં આવશે અને ફગાવી દીધા બાદ જે વિકલ્પ બચશે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.

તે કહે છે, નથી હું ભગવાન કે યમરાજ. હું વકીલ છું. જે ક્લાઈંટ કહેશે, તેને ભારતના બંધારણ અને સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ અનુસાર દરેક કાયદાકીય વિકલ્પ ઉપલબ્ધ કરાવીશ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.