નિર્ભયાના દોષી મુકેશની અંતિમ અરજીને સાંભળવા સુપ્રીમ કોર્ટે તૈયારી દાખવી છે. દોષી મુકેશકુમારે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવાના નિર્ણયને પડકાર્યો છે. મુકેશે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે તેની અરજી પર જલદીથી સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે નિર્ભયા મામલાના દોષી મુકેશની અરજી પર કહ્યું કે જો કોઈને ફાંસી આપવાની છે તો તેનાથી વધુ જરૂરી કંઈ જ ન હોય શકે.
નિર્ભયા મામલાના દોષી ફાંસીથી બચવા રોજબરોજ નવા નવા હથકંડાનો ઉપયોગ કરે છે. ત્યારે મુકેશે રાષ્ટ્રપતિના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુકેશની વકીલ વૃંદા ગ્રોવરે રાષ્ટ્રપતિના નિર્ણયને પડકારતા તેની ન્યાયિક સમીક્ષાની માગ કરી છે. મુકેશની અરજીમાં શત્રુઘ્ન ચૌહાણના મામલે આપવામાં આવેલા ચૂકાદાનો હવાલો આપવામાં આવ્યો છે. ગ્રોવરે લખ્યું કે શત્રુઘ્ન ચૌહાણ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત માપદંડોનું પાલન કરવામાં નથી આવતું.
આ માપદંડમાં એવા કેદીને જરૂરી દસ્તાવેજ ઉપલબ્ધ કરાવવાની અનિવાર્યતા પણ સામેલ છે. આ પહેલા મુકેશની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટમાં ફગાવાઈ ચુકી છે. આરોપીઓને 1 ફેબ્રુઆરીએ 6 વાગ્યે ફાંસી આપવાનું ડેથ વોરંટ જાહેર કરાયું છે. ત્યારે નિર્ભયાની માતાએ કાયદા પર વિશ્વાસ દાખવી 1લી ફેબ્રુઆરીએ દોષિતોને ફાંસી થશે જ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.